મહેસાણા પાલિકા ચૂંટણી : 42 કોંગ્રેસી ઉમેદવારો પાસે 466 તોલા અને ભાજપના 44 ઉમેદવારો પાસે 1090 તોલા સોનું

મહેસાણા પાલિકા ચૂંટણી : 42 કોંગ્રેસી ઉમેદવારો પાસે 466 તોલા અને ભાજપના 44 ઉમેદવારો પાસે 1090 તોલા સોનું

  • લ્યો કરો વાત…. કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર પાસે એક તોલોય સોનું કે ચાંદી નથી
  • ભાજપનાં પ્રેમીલાબેન સોજલીયા પાસે સૌથી વધુ 67 લાખનું 100 તોલા અને આશાબેન પટેલ પાસે 37.50 લાખનું 75 તોલા સોનું છે

મહેસાણા નગરપાલિકાની ચૂંટણી લડતા ભાજપના 44 અને કોંગ્રેસના 42 ઉમેદવારો પાસે તેમના સાથી અને આશ્રિતો પાસે મળીને કુલ 1556 તોલા સોનુ છે. જેમાં ભાજપના 44 ઉમેદવારો પાસે કુલ 1090 તોલા અને કોંગ્રેસના 42 ઉમેદવારો પાસે 466 તોલા સોનુું છે. જેમાં ભાજપનાં પ્રેમીલાબેન સોજલીયા પાસે સૌથી વધુ 67 લાખનું 100.30 તોલા અને આશાબેન પટેલ પાસે 37.50 લાખનું 75 તોલા સોનું છે, જે તેમણે ચૂંટણી સોગંદનામામાં દર્શાવ્યું છે. રસપ્રદ બાબત એ પણ છે કે, કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર પાસે તો સોનુ કે ચાંદી કાંઇ નથી.

જેમાં કોંગ્રેસના વોર્ડ 1ના ઉમેદવાર પ્રિયંકાબેન ચૌધરી, વોર્ડ 4ના રંજનબેન પ્રજાપતિ અને વોર્ડ નં.8ના ભગવતીબેન પ્રજાપતિ તેમજ ભાજપનાં વોર્ડ 10ના ઉમેદવાર આશાબેન ભીલનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ ચૂંટણી સોગંદનામામાં દર્શાવેલી વિગતો પૈકી સ્થાવર એટલે કે મકાન, પ્લોટ, ખેતી વગેરે મિલકતને બાદ કરતાં જંગમ મિલકત, સોનું-ચાંદી, બેન્ક બચત અને લોનની વિગતો પર નજર કરીએ તો ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર કરોડપતિ છે.

સૌથી વધુ સોનું, ભાજપના 10 ઉમેદવારો
વોર્ડઉમેદવારનું નામસોનું
4પ્રેમીલાબેન સોજલીયા100 તોલા (67 લાખ)
7આશાબેન આર પટેલ75 તોલા (37.50 લાખ)
8કાનજીભાઇ જી દેસાઇ66 તોલા (33 લાખ)
8વિનોદભાઇ પ્રજાપતિ65 તોલા (32.50 લાખ)
6કિર્તીભાઇ એસ પટેલ48 તોલા (24 લાખ)
7અશોકભાઇ ડી પટેલ48 તોલા (24 લાખ)
8મધુબેન વાય ગોસ્વામી40 તોલા (22.50 લાખ)
1ર્ડા.મિહિરભાઇ પટેલ40 તોલા (18 લાખ)
6રંજનબેન વી પ્રજાપતિ40 તોલા(20 લાખ)
10ઋષિરાજ વી પરમાર40 તોલા (29.50 લાખ)
4કમલેશભાઇ એલ જાની 35 તોલા (17.50 લાખ)
11કનુભાઇ એમ પટેલ32 તોલા (16 લાખ)
3દીપકભાઇ પી પટેલ30 તોલા(16.50 લાખ)
4સંજયભાઇ પી બ્રહ્મભટ્ટ30 તોલા(15 લાખ)
6વર્ષાબેન એમ પટેલ30 તોલા (9.25 લાખ)
સૌથી વધુ સોનું ધરાવતા 10 કોંગી ઉમેદવારો
વોર્ડઉમેદવારનું નામસોનું
6નવિનચંદ્ર પી. પટેલ40 તોલા (16 લાખ)
11કલ્પનાબેન બી નાયક40 તોલા (20 લાખ)
5અલ્પેશકુમાર કે પટેલ35 તોલા (15.75 લાખ)
7સુશીલાબેન પી. પટેલ25 તોલા (12.20 લાખ)
7સતિષભાઇ એ પટેલ20 તોલા (9 લાખ)
7શૈલેષ પી પટેલ15 તોલા (7.50 લાખ)
1દિનેશભાઇ એન પટેલ11 તોલા (5.50 લાખ)
5ર્ડા.મેઘાબેન પટેલ10 તોલા (4.80 લાખ)
6ગીતાબેન પ્રજાપતિ10 તોલા
6ભાવનાબેન બી પટેલ10 તોલા (5 લાખ)
6પ્રકાશભાઇ કે.પટેલ10 તોલા
11દિશાંત ડી. પટેલ10 તોલા (5 લાખ)

ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવાર કરોડપતિ
ઉમેદવારોએ સોગંદનામામાં દર્શાવેલ બેંક બેલેન્સ, થાપણ, એફડી, પૉલીસી, શેર વગેરે બચત પર ઉમેદવારો અને તેમના લગ્નસાથી, આશ્રિતોની બચત પર નજર કરીએ તો, ભાજપના વોર્ડ નં.1ના ઉમેદવાર ર્ડા.મિહિર પટેલ પાસે રૂ.1.29 કરોડ, વોર્ડ નં. 8ના મધુબેન ગોસ્વામી પાસે રૂ. 1.28 કરોડ અને વોર્ડ નં.8ના વિનોદભાઇ પ્રજાપતિ પાસે રૂ. 1.13 કરોડની બચત છે. જ્યારે કોંગ્રેસના વોર્ડ નં.3ના ઉમેદવાર ત્રિભોવનભાઇ ઓઝા પાસે રૂ.1.52 કરોડની બચત છે.

( Source – Divyabhaskar )