મહેસાણા પાલિકા ચૂંટણી : 42 કોંગ્રેસી ઉમેદવારો પાસે 466 તોલા અને ભાજપના 44 ઉમેદવારો પાસે 1090 તોલા સોનું
- લ્યો કરો વાત…. કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર પાસે એક તોલોય સોનું કે ચાંદી નથી
- ભાજપનાં પ્રેમીલાબેન સોજલીયા પાસે સૌથી વધુ 67 લાખનું 100 તોલા અને આશાબેન પટેલ પાસે 37.50 લાખનું 75 તોલા સોનું છે
મહેસાણા નગરપાલિકાની ચૂંટણી લડતા ભાજપના 44 અને કોંગ્રેસના 42 ઉમેદવારો પાસે તેમના સાથી અને આશ્રિતો પાસે મળીને કુલ 1556 તોલા સોનુ છે. જેમાં ભાજપના 44 ઉમેદવારો પાસે કુલ 1090 તોલા અને કોંગ્રેસના 42 ઉમેદવારો પાસે 466 તોલા સોનુું છે. જેમાં ભાજપનાં પ્રેમીલાબેન સોજલીયા પાસે સૌથી વધુ 67 લાખનું 100.30 તોલા અને આશાબેન પટેલ પાસે 37.50 લાખનું 75 તોલા સોનું છે, જે તેમણે ચૂંટણી સોગંદનામામાં દર્શાવ્યું છે. રસપ્રદ બાબત એ પણ છે કે, કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર પાસે તો સોનુ કે ચાંદી કાંઇ નથી.
જેમાં કોંગ્રેસના વોર્ડ 1ના ઉમેદવાર પ્રિયંકાબેન ચૌધરી, વોર્ડ 4ના રંજનબેન પ્રજાપતિ અને વોર્ડ નં.8ના ભગવતીબેન પ્રજાપતિ તેમજ ભાજપનાં વોર્ડ 10ના ઉમેદવાર આશાબેન ભીલનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ ચૂંટણી સોગંદનામામાં દર્શાવેલી વિગતો પૈકી સ્થાવર એટલે કે મકાન, પ્લોટ, ખેતી વગેરે મિલકતને બાદ કરતાં જંગમ મિલકત, સોનું-ચાંદી, બેન્ક બચત અને લોનની વિગતો પર નજર કરીએ તો ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર કરોડપતિ છે.
સૌથી વધુ સોનું, ભાજપના 10 ઉમેદવારો | ||
વોર્ડ | ઉમેદવારનું નામ | સોનું |
4 | પ્રેમીલાબેન સોજલીયા | 100 તોલા (67 લાખ) |
7 | આશાબેન આર પટેલ | 75 તોલા (37.50 લાખ) |
8 | કાનજીભાઇ જી દેસાઇ | 66 તોલા (33 લાખ) |
8 | વિનોદભાઇ પ્રજાપતિ | 65 તોલા (32.50 લાખ) |
6 | કિર્તીભાઇ એસ પટેલ | 48 તોલા (24 લાખ) |
7 | અશોકભાઇ ડી પટેલ | 48 તોલા (24 લાખ) |
8 | મધુબેન વાય ગોસ્વામી | 40 તોલા (22.50 લાખ) |
1 | ર્ડા.મિહિરભાઇ પટેલ | 40 તોલા (18 લાખ) |
6 | રંજનબેન વી પ્રજાપતિ | 40 તોલા(20 લાખ) |
10 | ઋષિરાજ વી પરમાર | 40 તોલા (29.50 લાખ) |
4 | કમલેશભાઇ એલ જાની 35 તોલા (17.50 લાખ) | |
11 | કનુભાઇ એમ પટેલ | 32 તોલા (16 લાખ) |
3 | દીપકભાઇ પી પટેલ | 30 તોલા(16.50 લાખ) |
4 | સંજયભાઇ પી બ્રહ્મભટ્ટ | 30 તોલા(15 લાખ) |
6 | વર્ષાબેન એમ પટેલ | 30 તોલા (9.25 લાખ) |
સૌથી વધુ સોનું ધરાવતા 10 કોંગી ઉમેદવારો | ||
વોર્ડ | ઉમેદવારનું નામ | સોનું |
6 | નવિનચંદ્ર પી. પટેલ | 40 તોલા (16 લાખ) |
11 | કલ્પનાબેન બી નાયક | 40 તોલા (20 લાખ) |
5 | અલ્પેશકુમાર કે પટેલ | 35 તોલા (15.75 લાખ) |
7 | સુશીલાબેન પી. પટેલ | 25 તોલા (12.20 લાખ) |
7 | સતિષભાઇ એ પટેલ | 20 તોલા (9 લાખ) |
7 | શૈલેષ પી પટેલ | 15 તોલા (7.50 લાખ) |
1 | દિનેશભાઇ એન પટેલ | 11 તોલા (5.50 લાખ) |
5 | ર્ડા.મેઘાબેન પટેલ | 10 તોલા (4.80 લાખ) |
6 | ગીતાબેન પ્રજાપતિ | 10 તોલા |
6 | ભાવનાબેન બી પટેલ | 10 તોલા (5 લાખ) |
6 | પ્રકાશભાઇ કે.પટેલ | 10 તોલા |
11 | દિશાંત ડી. પટેલ | 10 તોલા (5 લાખ) |
ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવાર કરોડપતિ
ઉમેદવારોએ સોગંદનામામાં દર્શાવેલ બેંક બેલેન્સ, થાપણ, એફડી, પૉલીસી, શેર વગેરે બચત પર ઉમેદવારો અને તેમના લગ્નસાથી, આશ્રિતોની બચત પર નજર કરીએ તો, ભાજપના વોર્ડ નં.1ના ઉમેદવાર ર્ડા.મિહિર પટેલ પાસે રૂ.1.29 કરોડ, વોર્ડ નં. 8ના મધુબેન ગોસ્વામી પાસે રૂ. 1.28 કરોડ અને વોર્ડ નં.8ના વિનોદભાઇ પ્રજાપતિ પાસે રૂ. 1.13 કરોડની બચત છે. જ્યારે કોંગ્રેસના વોર્ડ નં.3ના ઉમેદવાર ત્રિભોવનભાઇ ઓઝા પાસે રૂ.1.52 કરોડની બચત છે.
( Source – Divyabhaskar )