મહારાષ્ટ્રમાં એક જ રાતમાં બદલાઈ ગયું ગણિત, બીજેપી અને એનસીપીએ બનાવી સરકાર

મહારાષ્ટ્રમાં એક જ રાતમાં બદલાઈ ગયું ગણિત, બીજેપી અને એનસીપીએ બનાવી સરકાર

  • સરકાર બનાવવા માટે એનસીપી, શિવસેના અને કોંગ્રેસમાં સહમતી બની હતી, શુક્રવારે શરદ પવારે કહ્યું- ઉદ્ઘવ ઠાકરે નેતૃત્વ કરશે
  • મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સરકાર, ભાજપના 105 અને એનસીપીના 54 ધારાસભ્યો, બહુમતી માટે 145 આંકડા જોઈએ
  • અજીત પવારે કહ્યું- અમે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાથે આવ્યા છીયે

મુંબઈ: શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી સાથે ગઠબંધનમાં લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારીને બીજી બાજુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપવાની જરૂર હતી. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો ધન્યવાદ.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના ફરી સીએમ બનવા માટે શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસજી અને અજીત પવારજીને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના શપથ લેવા માટે શુભેચ્છા. મને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે.