મહામારી વિ. શ્રદ્ધા : પ્રયાગરાજના માઘ મેળામાં 35 લાખ શ્રદ્ધાળુ એકઠા થયા, મહામારી વચ્ચે દુનિયામાં શ્રદ્ધાળુઓનો સૌથી મોટો સંગમ

મહામારી વિ. શ્રદ્ધા : પ્રયાગરાજના માઘ મેળામાં 35 લાખ શ્રદ્ધાળુ એકઠા થયા, મહામારી વચ્ચે દુનિયામાં શ્રદ્ધાળુઓનો સૌથી મોટો સંગમ

પ્રયાગરાજના વિશ્વપ્રસિદ્ધ માઘ મેળામાં કોરોનાના ભય સામે શ્રદ્ધા ભારે પડી ગઈ. ગુરુવારે માઘ મેળાના સૌથી મોટા સ્નાનપર્વમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓ બુધવારથી જ પહોંચવા લાગ્યા હતા. રાત્રે 12 વાગ્યા પછી અમાસની તિથિ આવતા જ પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકીઓ મારવાની શરૂઆત થઈ ગઈ.

ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં આશરે 35 લાખ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. કોરોનાકાળમાં સંભવત: આ પહેલીવાર છે જ્યારે દેશ-દુનિયામાં કોઈ સ્થળે આટલી મોટી ભીડ એકઠી થઈ હોય. બીજી બાજુ ગુરુવારે માઘ મેળામાં આવેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરાઈ હતી. મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ કહ્યું કે સ્નાન માટે 8 કિ.મી.માં 8 ઘાટ બનાવાયા છે. સીસીટીવી અને ડ્રોનની મદદથી નજર રખાઈ રહી છે.

( Source – Divyabhaskar )