મંગળ ગ્રહ પર ‘ડેડ બૉડી’ મળતા ખળભળાટ, વૈજ્ઞાનિકોનો દાવો – જીવન હોવાના પુરાવા મળ્યા

મંગળ ગ્રહ પર ‘ડેડ બૉડી’ મળતા ખળભળાટ, વૈજ્ઞાનિકોનો દાવો – જીવન હોવાના પુરાવા મળ્યા

મંગળ ગ્રહ પર અમેરિકી વૈજ્ઞાનિકોને ડેડ બૉડી મળી છે. તેનું માથું છે, શરીર છે, પગ છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સહિત દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ ડેડ બૉડીની તસવીરોનું અધ્યયન કરી રહ્યા છે, જેથી જાણવા મળે કે શું ખરેખર મંગળ ગ્રહ પર જીવન હોવાના પુરાવા છે? અમેરિકાની ઓહાયો યૂનિવર્સિટીનાં કીટ વિજ્ઞાની અને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સાથે જોડાયેલા ડૉક્ટર વિલિયમ રોમોસરે આ અધ્યયન કર્યું છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે મંગળ ગ્રહ પર જીવનનાં પુરાવા મળ્યા છે.

માર્સ રોવરથી મળી છે તસવીરો

તેમણે પોતાના આ અધ્યયન વિશે ઇન્ટરનેશનલ એન્ટોમોલૉજી કૉન્ફરન્સમાં જણાવ્યું. ડૉ. રોમોસર ઘણા વર્ષોથી મંગળ ગ્રહની ઑનલાઇન તસવીરોનું અધ્યયન કરી રહ્યા છે. આ દરમિયાન તેમને ઘણીવાર કીડાઓ જેવા આકારનાં ઉદાહરણ મળ્યા છે. તેમને આ તસવીર માર્સ રોવરથી મળી છે. ડૉ. વિલિયમ રોમોસરનાં જણાવ્યા પ્રમાણે મંગળ ગ્રહથી મળેલી તસવીરોથી જાણવા મળે છે કે ત્યાં એવી ઘણી આકૃતિઓ જોવા મળે છે જે માખીઓ અને સરકતા સાપોની આકૃતિઓથી મળતી આવે છે.

મંગળ ગ્રહ પર ઘણા પગોવાળી આકૃતિઓ પણ મળી

ડૉ. વિલિયમ રોમોસરનો દાવો છે કે મંગળ ગ્રહ પર જીવનનાં પુરાવા અવશેષો તરીકે છે અને જીવિત કીટ-પતંગિયા પણ હોઈ શકે છે. આમાં કેટલાકની પાંખો હતી. તેઓ પાંખો ફડફડાવે પણ છે. કેટલાક સ્ટક્ચર્સમાં ગ્લાઇડિંગ અને ઉડાન ભરવાની ક્ષમતાનાં પુરાવા મળી આવ્યા છે. ડો. રોમોસરે કહ્યું કે, “મંગળ ગ્રહ પર ઘણા પગોવાળી આકૃતિઓ પણ મળી છે. જ્યારે માર્સ મોકલવામાં આવેલા રોવર્સ અને ખાસ કરીને ક્યૂરોસિટીએ જૈવિક ગતિવિધિઓનાં સંકેત શોધવાનું શરૂ કર્યું તો તેમની મોકલેલી ઘણી તસવીરોમાં સરીસૃપ વર્ગનાં જીવોનાં રૂપમાં મળી.

ક્યૂરોસિટી રોવરથી લેવામાં આવેલી કેટલીક તસવીરોમાં કરોળિયો, વંદા જેવા ઘણા ઓર્થોપેડ જીવોનાં સંકેત મળ્યા છે. ડૉ. વિલિયમ રોમોસરે કહ્યું કે આ આકૃતિઓનું સ્વરૂપ ભવિષ્યમાં મળનારી ઊંડી જાણકારીનાં આધાર પર બદલાઈ પણ શકે છે.