ભારત પાસેથી મહત્વપૂર્ણ દરજ્જો પાછો ખેંચશે અમેરિકા, સહન કરવું ભારે નુંકશાન

ભારત પાસેથી મહત્વપૂર્ણ દરજ્જો પાછો ખેંચશે અમેરિકા, સહન કરવું ભારે નુંકશાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સરકાર ભારત પાસેથી મહત્વપૂર્ણ દરજ્જો છીનવા જઈ રહી છે. આ દરજ્જો છે જીએસપીનો. આ મામલે અમેરિકાએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે, ટ્રમ્પ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે. અમેરિકાના આ નિર્ણયથી ભારતને વ્યાપારમાં ભારે નુંકશાન થઈ શકે છે.

4 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, તે જીએસપી કાર્યક્રમમાંથી ભારતને બહાર કરશે. તેમણે 60 દિવસની સમયમર્યાદા આપી હતી જે ત્રીજી મે એ સમાપ્ત થઈ ગઈ હતી. હવે આ મામલે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે અને અધિસૂચના પણ જાહેર કરવામાં આવી શકે છે.

અમેરિકાના એક અધિકારીએ પોતાનું નામ ના જાહેર કરવાની શરતે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ભારતીય સમકક્ષો સાથે ચલી રહેલી વાતચીતના અંતે માર્ચ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી કે ભારતને હવે જીએસપી અંતર્ગત મળતા લાભો નહીં મળે.

તેમણે કહ્યું હતું કે, આ પ્રક્રિયા નિશ્ચિત છે, હવે જોવાનું એ છે કે અમેરિકા કઈ રીતે આગળ વધે છે. અમેરિકા નરેન્દ્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન કેવી રીતે આગળ વધે છે.

જીએસપીએ અમેરિકા દ્વારા અન્ય દેશોને વ્યાપારમાં આપવામાં આવનારૂ પ્રાધાન્ય સૌથી જુની અને મોટી પ્રણાલી છે. જેને અંતર્ગત આ દરજ્જો ધરાવતા દેશોને હજારો પ્રકારની ચીજવસ્તુઓ કોઈ પણ પ્રકારના ટેક્ષ કે ડ્યુટી વગર જ અમેરિકામા નિકાસ કરવાની છુટ મળે છે.

ભારત 2017માં જીએસપી કાર્યક્રમનું સૌથી મોટું લાભાર્થી રહ્યું છે. વર્ષ 2017માં ભારતે જીએસપી અંતર્ગત અમેરિકાને 5.7 અબજ ડોલરની નિકાસ કરી હતી.