ભારત થોડા અઠવાડિયામાં પડોશી દેશોને રસી સપ્લાય કરશે, પાકિસ્તાનને પણ આશા

ભારત થોડા અઠવાડિયામાં પડોશી દેશોને રસી સપ્લાય કરશે, પાકિસ્તાનને પણ આશા

। નવી દિલ્હી ।

ભારત દ્વારા થોડા અઠવાડિયામાં જ તેના પડોશી દેશોને કોરોના વેક્સિનનો સપ્લાય પૂરો પાડવામાં આવશે. સૌથી પહેલાં નેપાળ અને પછી ભુતાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, અફઘાનિસ્તાન, માલદિવ્ઝ તેમજ મોરિશિયસને વેક્સિન સપ્લાય કરાશે. આ પડોશી દેશોને વેક્સિનનો પહેલો સપ્લાય શુભેચ્છાના પ્રતીકરૂપે આપવામાં આવશે. આ પછી તેમણે જરૂર પડે તો ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટયૂટ કે ભારત બાયોટેક પાસેથી વેક્સિન ખરીદવી પડશે. ભારત સરકારે નેપાળને ખાતરી આપી છે કે તેને સૌથી પહેલાં કોરોનાની વેક્સિનનો સપ્લાય પૂરો પાડવામાં આવશે. બીજી તરફ પાકિસ્તાન ભારતમાં બની રહેલી વેક્સિન પર આશા રાખીને બેઠું છે. તેણે ભારત અને ચીનની રસીને માન્યતા પણ આપી દીધી છે.

દુનિયામાં કોરોનાથી ૯.૫૫ કરોડ લોકો સંક્રમિત

અમેરિકામાં કોરોનાથી મૃત્યુનો આંકડો ૪ લાખને પાર ગયો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૪,૦૭,૨૧૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૪૪,૮૩,૫૮૩ થઈ છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૪,૫૬૦ નવા કેસ આવ્યા છે જ્યારે ૧૮૪૬નાં મોત થયા છે. બીજી તરફ આખી દુનિયામાં કોરોનાથી ૯,૫૫,૬૭,૧૫૮ લોકો સંક્રમિત થયાં છે. કોરોનાને કારણે ૨૦, ૪૧,૪૨૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. ૬,૮૨,૮૦,૧૧૬ લોકો સાજા થયા છે. હાલમાં ૨,૫૨,૪૫,૬૧૬ કેસ એક્ટિવ છે.

( Source – Sandesh )