ભારતીય મૂળની બે મહિલાઓની ન્યૂયૉર્કમાં ન્યાયાધીશ તરીકે વરણી

ભારતીય મૂળની બે મહિલાઓની ન્યૂયૉર્કમાં ન્યાયાધીશ તરીકે વરણી

ન્યૂયૉર્ક શહેરનાં મેયર બિલ ડે બ્લાસિયોએ ભારતીય મૂળની બે મહિલા વકીલોને ફોજદારી અને નાગરિક અદાલતોમાં ન્યાયાધીશ નિયુક્ત કરી છે. ન્યાયાધીશ અર્ચના રાવને ફોજદારી અદાલતમાં અને ન્યાયાધીશ દીપા અંબેકર (43)ને નાગરિક અદાલતમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાવને આ પહેલા જાન્યુઆરી 2019માં નાગરિક અદાલતમાં વચગાળાનાં ન્યાયાધીશ તરીકે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ન્યૂયૉર્ક કાઉન્ટી જિલ્લા અટૉર્ની કાર્યાલયમાં તેઓ 17 વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. અંબેકરને મે 2018માં નાગિરક અદાલતમાં વચગાળાનાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મેયરે કૌટુંબિક અદાલત, ફોજદારી અદાલત અને નાગરિક અદાલતમાં 28 નિયુક્તિઓ કરી છે.