ભારતીય મૂળની ગીતાંજલિ રાવ પહેલો TIME ઍવૉર્ડ જીતી, 5000 બાળકોને આપી માત

ભારતીય મૂળની ગીતાંજલિ રાવ પહેલો TIME ઍવૉર્ડ જીતી, 5000 બાળકોને આપી માત

ટાઇમ મેગેઝિન (TIME Megazine) એ પહેલીવાર બાળકને ‘કિડ ઓફ ધ યર’ (Kid Of The Year) નો ખિતાબ આપ્યો છે અને ભારતીય મૂળની અમેરિકન નાગરિક ગીતાંજલિ રાવ (Gitanjali Rao)ને વર્ષ 2020 માટે કિડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે. એક ઉભરતી વૈજ્ઞાનિક (Scientist) અને સંશોધક તરીકે ઓળખ બનાવનાર પંદર વર્ષની ગીતાંજલિએ લગભગ પાંચ હજાર બાળકોને માત આપીને આ ખિતાબ પ્રાપ્ત કર્યો છે.

સાઇબર બુલિંગ (CyberBullying)ને ઉકેલવા માટે કોઈ એપ્લિકેશન તૈયાર કરવાથી લઇને ગીતાંજલિ હવે પાણીની શુદ્ધતાની તપાસની દિશામાં તકનીકના ઉપયોગ પર કામ કરી રહી છે. સાથો સાથ પોતાના સપનાને પાંખ લગાવાની બાકી છે. ટાઇમ માટે એકેડમી એવોર્ડ વિજેતા એન્જેલીના જોલીએ ગીતાંજલીનો ઝૂમ પર ઇન્ટરવ્યુ કર્યો. હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જોલી સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી ઉચ્ચાયોગની વિશેષ દૂત પણ છે.

સાઇબર બુલિંગ રોકવા માટે કરવામાં આવેલી શોધ વિશે વાત કરતાં ગીતાંજલિએ કહ્યું કે આ એક પ્રકારની સેવા છે, જેનું નામ Kindly છે. આ એક એપ્લિકેશન અને ક્રોમ એક્સ્ટેંશન છે, જે શરૂઆતમાં સાઇબર બુલિંગને પકડી શકે છે. આમ કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. તેમણે કહ્યું કે મારો હેતુ ફક્ત મારું ડિવાઇસ બનાવીને વિશ્વની સમસ્યાઓના નિવારણ સુધી મર્યાદિત નથી રહેવું પરંતુ હવે હું બીજાઓને પણ આવું કરવા પ્રેરણા આપવા માંગુ છું.

એન્જેલીના જોલી (Angelina Jolie) ને તેની શોધ વિશે વાત કરતાં ગીતાંજલિએ કહ્યું કે જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે મેં કાર્બન નેનોટ્યૂબ સેન્સર ટેક્નોલોજી પર રિસર્ચ કરવા અંગે વિચાર્યું હતું. આ પરિવર્તનની શરૂઆત હતી, જ્યારે કોઈ આ કાર્ય કરી રહ્યું નહોતું તો પછી હું તે કરવા માંગું છું.

પોતાના રિસર્ચ અંગે વાત કરતાં તેણે કહ્યું કે તે એક પ્રોસેસને અપનાવે છે જેમાં સૌથી પહેલાં ઓબ્ઝર્વ કરવાનું આવે છે ત્યારબાદ તેના પર મંથન કરું છું, પછી હું તેના વિશે સંશોધન કરું છું અને પછી નિર્માણ શરૂ થાય છે. પછી આની સંવાદ કરવામાં આવે છે.