ભારતીય મૂળની અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામ પરથી અમેરિકાએ સ્પેસક્રાફ્ટનું નામ રાખ્યું, NASAએ કર્યું ટ્વિટ

ભારતીય મૂળની અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામ પરથી અમેરિકાએ સ્પેસક્રાફ્ટનું નામ રાખ્યું, NASAએ કર્યું ટ્વિટ

અમેરિકાની એરોસ્પેસ કંપની નોર્થરોપ ગ્રુમેન કોર્પોરેશને પોતાના નવા લોન્ચ થનાર સિગ્નસ સ્પેસક્રાફ્ટનું નામ અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામ પરથી રાખ્યું છે. આ અંતરિક્ષ યાન ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનથી છોડવામાં આવશે. કલ્પના ચાવલા અંતરિક્ષમાં જનાર ભારતીય મૂળની પહેલી મહિલા અવકાશયાત્રી હતા. વર્ષ 2003માં અંતરિક્ષ યાનમાં બનેલી એક દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. કોલંબિયા યાન 16 દિવસોની અંતરિક્ષ યાત્રા પર હતું અને દુર્ઘટના વખતે તે પૃથ્વી તરફ પાછું ફરી રહ્યું હતું.

કલ્પનાના નામ પર સ્પેસક્રાફ્ટ

તમને જણાવી દઈએ કે, કલ્પનાએ 19 નવેમ્બર 1997એ પોતાનું પહેલું અંતરિક્ષ મિશન શરૂ કર્યું હતું. તેમણે 6 અંતરિક્ષ યાત્રીઓની સાથે સ્પેસ શટલ કોલંબિયા STS-87માંથી ઉડાન ભરી હતી. પોતાના પહેલા મિશન દરમિયાન જ કલ્પનાએ 1.04 કરોડ માઈલની સફર કરીને લગભગ 372 કલાક અંતરિક્ષમાં વિતાવ્યા હતા. અંતરિક્ષમાં જવા માટે કલ્પનાએ આઠ મહિનાની ટ્રેનિંગ લીધી હતી. કલ્પનાએ વર્ષ 1988માં નાસા જોઈન્ટ કર્યું હતું.

કલ્પનાએ ચંદીગઢના પંજાબ એન્જિનિયરિંગ કોલજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બીટેકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 1982માં અમેરિકા જતા રહ્યા હતા. તેમણે ટેક્સસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કર્યું. ત્યારબાદ યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી.

નાસામાં કલ્પનાની નિયુક્તિ રિસર્ચ સેન્ટરમાં થઈ અને માર્ચ 1995માં તે નાસાના અંતરિક્ષ યાત્રા કોર ટીમમાં સામેલ કરાઈ હતી. પોતાના પહેલા અંતરિક્ષ મિશનને સફળ કર્યા બાદ બીજી અંતરિક્ષ યાત્રા તેમની અંતિમ યાત્રા સાબિત થઈ. તેઓ આ અંતરિક્ષ યાત્રા પુરી કરીને અવકાશમાં પૃથ્વીના વાયુમંડળમાં અંતરિક્ષ યાનના પ્રવેશ દરમિયાન એક ભયંકર દુર્ઘટના બની હતી. 1 ફેબ્રુઆરી 2003એ કોલંબિયા અંતરિક્ષ યાન પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરતા જ ટૂટીને આકાશમાં વિખેરાઈ ગયું હતું. જેમાં કલ્પનાનું મોત થયું હતું.