ભારતીય મૂળના મહિલા ઉમેદવારે બોલાવ્યો સપાટો, દુનિયા આખી મોં માં આંગળા નાખી ગઈ

ભારતીય મૂળના મહિલા ઉમેદવારે બોલાવ્યો સપાટો, દુનિયા આખી મોં માં આંગળા નાખી ગઈ

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેરાત થયાના 24 કલાકમાં જ ચૂંટણી પ્રચાર માટે 260 લાખ ડોલર એટલે કે 2 અબજ રૃપિયાનું ચૂંટણી ભંડોળ મળ્યું હતું.

બુધવારે રાષ્ટ્રપ્રમુખપદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન અને કમલા હેરિસે પહેલી વખત એક સાથે રેલીને સંબોધન કર્યું હતું. એ દરમિયાન જો બિડેને કહ્યું કે મંગળવારે કમલા હેરિસના નામની જાહેરાત સાથે જ અત્યાર સુધીમાં 260 લાખ ડોલરનો ફળો એકત્ર કરી શક્યા છે, જેમાં આ પહેલાં 1.50 લાખથી વધુ દાતા પહેલા વખત જો બિડેનની ઝુંબેશમાં જોડાયા છે. અમેરિકાના મીડિયા અનુસાર આ પહેલાં એક દિવસમાં સૌથી વધુ જો બિડેન માટે 110 લાખ ડોલર એકત્ર થયા હતા. એ વખતે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ તેમના સમર્થનની જાહેરાત કરી એક મંચ પણ એકત્ર થયા હતા.

યાદ રહે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર ઝુંબેશ માટે નાણાં એકત્ર કરવાનું અભિયાન ચલાવે છે, જેમાં કોઇ પણ વ્યક્તિ, કંપની, ઉદ્યોગપતિ કે નેતા પોતાની તરફ્થી મદદ કરી શકે છે. ચૂંટણીમાં મળતો ફળો જાહેર કરવાનો હોય છે.

આ પહેલાં કમલા હેરિસે રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી માટે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું અને જો બિડેનને સમર્થન જાહેર કર્યું હતું, ત્યારે પણ તેમના સમર્થકોએ 40 લાખ ડોલરની મદદ બિડેનને આપી હતી. ફ્ક્ત ફ્ંડ જ નહીં પણ બિડેન માટે કમલા હેરિસ તેમની સાથે ઉપરાષ્ટ્રપ્રમુખના ઉમેદવાર બનતાં મતદાનમાં પણ બિડેનને ફયદો થાય એમ લાગે છે. અમેરિકામાં ભારતીય મૂળના 15 લાખ ભારતીય મૂળના મતદાતા છે.

હાથ પર હાથ રાખીને બેસી રહેવા કે ફ્રિયાદ કરવાને બદલે કંઇક કરી દેખાડવાની માતાની શિખામણ કમલા હેરિસે યાદ કરી

ખરાબ સમયમાં હાથ પર હાથ રાખીને બેસી રહેવું કે ફ્રિયાદ કરતા રહેવાને બદલે સ્થિતિમાં સુધારો કરવા માટે કામ કરતાં રહેવાની માતા શ્યામલા ગોપાલને આપેલી શિખામણ અમેરિકામાં ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે પોતાના પહેલા ભાષણમાં યાદ કરી હતી.

ડેલાવેયરમાં વિલમિંગ્ટનમાં બિડેનની સાથે એક મંચ પર ઉપસ્થિત હેરિસે પોતાના પહેલા સંબોધનમાં કહ્યું કે મારી માતા શ્યામલાએ મને અને મારી બહેન માયાને શીખવ્યું હતું કે, આગળ વધતા રહેવું એ આપણા અને અમેરિકાની દરેક પેઢી પર નિર્ભર રહે છે. માતાએ અમને શીખવ્યું હતું કે, હાથ પર હાથ રાખીને બેસી ન રહો, ફ્રિયાદ નહીં કરો અને કંઇક કરી દેખાડો. કમલા હેરિસના પિતા જમૈકાના મૂળના છે, જ્યારે માતા ભારતીય મૂળના છે. ( Source – Sandesh )