ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈને દેશમાં આવતાની સાથે જ આધાર કાર્ડ આપી દેવામાં આવશે.

ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈને દેશમાં આવતાની સાથે જ આધાર કાર્ડ આપી દેવામાં આવશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે 2019-20નું પૂર્ણ બજેટ રજુ કર્યું હતું. જેમાં વિદેશમાં રહેતા ભારતીયો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવેથી ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈએ દેશમાં આવતાની સાથે જ આધાર કાર્ડ આપી દેવામાં આવશે.

વર્તમાન વ્યવસ્થા પ્રમાણે, ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને આધાર કાર્ડ મેળવવા માટે 180 દિવસની રાહ જોવી પડતી હતી.

નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને 180 દિવસની નિર્ધારીત સમયમર્યાદાની રાહ જોયા વગર આધાર કાર્ડ આપવામાં આવશે. નાણાંમંત્રીની આ જાહેરાથી એનઆરઆઈ લોકોને ખુબ લાભ થશે. તેઓ પોતાનું કેવાઈસી પુરૂ કરી શકશે અને દેશમાં આર્થિક લેવડ-દેવડ પણ કરી શકશે.

આ ઉપરાંત આધાર કાડ મળવાથી એનઆરઆઈને ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવામાં પણ સરળતા રહેશે. વર્તમાન આધાર નિયમો પ્રમાણે દેશના દરેક નાગરિકોને આધાર નંબર મેળવવાનો અધિકાર છે. જોકે ભારતીય પાસપોર્ટધારક એનઆરઆઈને 180 દિવસ સુધી રાહ જોવી પડતી હતી.. આધાર નંબર મેળવવામાં આટલો લાંબો સમય લાગવાના કારણે પ્રવાસી ભારતીયોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી તેમને મોટી રાહત મળશે.