ભારતમાં કોરોના વાઇરસથી 86% મોત માત્ર 6 રાજ્યમાં થયાંઃ સૌથી વધુ 45% મહારાષ્ટ્રમાં, 11% ગુજરાતમાં

ભારતમાં કોરોના વાઇરસથી 86% મોત માત્ર 6 રાજ્યમાં થયાંઃ સૌથી વધુ 45% મહારાષ્ટ્રમાં, 11% ગુજરાતમાં

મહારાષ્ટ્રમાં મોત વધુ, પરંતુ વસતીની દૃષ્ટિએ સૌથી વધુ મોત દિલ્હીમાં થયાં છે

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખ 27 હજાર 31 થઈ ગઈ છે. શનિવારે એક દિવસમાં 19 હજારથી વધારે કેસ વધ્યા છે. આ અગાઉ બે દિવસ સતત 18 હજારથી વધારે નવા દર્દી નોંધાયા હતા. બીજી બાજુ દિલ્હી 80 હજાર દર્દી સાથે બીજો સૌથી સંક્રમિત પ્રદેશ બન્યું છે.  આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. કર્ણાટક સરકારે બેંગ્લુરુમાં પ્રત્યેક રવિવાર ફૂલ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સતત કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત કર્ણાટકમાં હવે કર્ફ્યૂ પણ રાત્રે 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગૂ રહેશે. અગાઉ તે રાત્રે 9 વાગ્યાથી શરૂ થતો હતો.

  • 1 જૂનથી અત્યાર સુધી કોરોનાથી થનારો મૃત્યુ દર સૌથી વધુ હરિયાણામાં 1241% વધ્યો છે. ત્યાં 1 જૂન સુધી માત્ર 17 મોત થયા હતા, 27 જૂનના રોજ આ આંકડો 221 થઈ ગયો. 
  • આ જ રીતે ગુજરાતમાં 865%, તમિલનાડુમાં 753%, મહારાષ્ટ્રમાં 396%, તેલંગાણામાં 403, કર્ણાટકમાં 409% મોત વધ્યા છે. સૌથી ઓછા 179%ની વૃદ્ધિ મધ્યપ્રદેશમાં થઈ છે. 

દર્દીનાં મોત (પ્રતિ 10 લાખ) 

દિલ્હી126
મહારાષ્ટ્ર58
ગુજરાત26
તમિલનાડુ13
હરિયાણા7
જેએન્ડકે7
તેલંગાણા6
પ.બંગાળ6
રાજસ્થાન5