ભારતમાં આવ્યું છે વિશ્વનું સૌથી મોટું ગામ, દરેક માતાનો દીકરો દેશ માટે ફના થઇ જવા તૈયાર

ભારતમાં આવ્યું છે વિશ્વનું સૌથી મોટું ગામ, દરેક માતાનો દીકરો દેશ માટે ફના થઇ જવા તૈયાર

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જે આપણને રોમાંચિત કરે છે અને વિશ્વના આવી અનોખી જગ્યા માટે આપણે દૂર-દૂર જવા તૈયાર રહીએ છીએ. પરંતુ વિશ્વનું એક અનોખું અને સૌથી મોટા ગામને જોવા માટે તમારે વધારે દૂર જવાની જરૂરત પડશે નહીં. એવામાં આજે અમે તમને વિશ્વના સૌથી મોટા ગામ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. ભારતમાં ઉત્તરુપ્રદેશ સ્થિત ગહમર ગામ છે. તે અંગે જાણીશું.

વિશ્વનું સૌથી મોટું ગામ

વિશ્વનું સૌથી મોટું ગામ ગહમર, ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં સ્થિત છે. બિહાર અને ઉત્તર પ્રદેશની સીમા પર વસેલું આ ગામ આશરે 8 વર્ગ મીલમાં ફેલાયેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગામ 1530માં વસાવવામાં આવ્યું હતું. ગાજીપુર જિલ્લાથી 40 કિમી દૂર સ્થિત આ ગામમાં એક રેલવે સ્ટેશન પણ છે જે પટના અને મુગલસરાયથી જોડાયેલું છે.

આ ગામ 22 પટ્ટીમાં વહેંચાયેલું છે અને દરેર પટ્ટી કોઇ પ્રસિદ્ધ વ્યક્તિના નામ પર છે.

આ સૌથી મોટા ગામની એક વિશેષતા એવી છે કે તેને સૈનિકોનું ગામ પણ કહેવામાં આવે છે. કારણકે આ ગામના દરેક ઘરના સદસ્ય ભારતીય સેનામાં કાર્યરત છે.

આ ગામની આબાદી 1 લાખ 20 હજારથી પણ વધારે છે. આ ગામના સૈનિક ભારતીય સેનામાં જવાનથી લઇને કર્નલ સુધી પદ પર કાર્યરત છે. જેમા પ્રથમ કે દ્વિતીય વિશ્વયુદ્ધ થઇ રહ્યું કે 1965 અને 1971ની લડાઇ હોય કે પછી કારગિલ યુદ્ઘ જ કેમ ન હોય, ગહમર ગામના સૈનિકોએ દરેક યુદ્ધમાં આગળ વધીને ભાગ લીધો છે.

અહીં એવા ઘણા પરિવાર છે જેની અનેક પેઢીઓ સેનાથી જોડાયેલી છે એટલે દાદા ભૂતપૂર્વ સૈનિક, પિતા સેનામાં જવાન અને પુત્ર સેનામાં ભરતી થવા માટે પૂર્ણ રીતે તૈયાર હોય છે. આ ગામના પુરૂષોમાં દેશ સેવાનો જુસ્સો નસે નસમાં ભરેલો છે.

અહીંની મહિલાઓ પણ દેશ પર આવેલા સંકટના સમયે પુરૂષોને પ્રોત્સાહિત કરે છે અને યુદ્ધમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે.

વિશ્વના સૌથી મોટા ગામ ગહમરમાં શહેર જેવી દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં ડિગ્રી કોલેજ, ઇન્ટર કોલેજ, ટેલીફોન એક્ષચેન્જ અને સ્વાસ્થ્ય કેન્દ્ર આવેલા છે.