ભારતના વૈજ્ઞાનિકોએ ઉંદર અને સસલા પર કોરોનાની વેક્સિનનું કર્યું સફળ પરીક્ષણ

ભારતના વૈજ્ઞાનિકોએ ઉંદર અને સસલા પર કોરોનાની વેક્સિનનું કર્યું સફળ પરીક્ષણ

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ આજે દેશને ખુબ જ મોટી ખુશખબર આપ્યા છે. તેણે જણાવ્યું કે, કોવિડ-19 માટે બે દેસી વેક્સિનનું ટ્રાયલ સતત આગળ વધી રહ્યું છે. અને આ ઉંદર અને સસલા પર તેની ટોક્સિસિટી સ્ટડી સફળ રહી છે. ICMR મહાનિદેશ ડો. બલરામ ભાર્ગવે કોરોના પર પ્રેસ બ્રિફીંગ દરમિયાન જણાવ્યું કે, અધ્યાપનના આંકડા દેશના ડ્રગ કંટ્રોલર જનરલ (DGCI) પાસે મોકલી દેવામાં આવ્યા છે. જ્યાંથી બંન્ને વેક્સિનને માણસો પર પરીક્ષણ કરવાની અનુમતિ મળી ગઇ છે.

પ્રાથમિક ચરણમાં માણસો પર પરિક્ષણ ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું,’આ મહિને અમને માણસો પર પ્રાથમિક ચરણના પરીક્ષણની અનુમતિ મળી ગઇ છે. બંન્ને વેક્સિન માટે પરિક્ષણની તૈયારી થઇ ચૂકી છે અને બંન્ને માટે લગભગ 1-1 હજાર લોકો પર તેની ક્લિનિકલ સ્ટડી પણ થઇ રહી છે.’ ભાર્ગવે વધુ એક મોટી વાત કહી કે, દુનિયામા ઉપયોગમાં લેવાતા 60% ભારતમાં બને છે. આ વાતની જાણકારી દુનિયાના તમામ દેશને છે. માટે તેઓ તમામ ભારતના સંપર્કમાં છે.

રૂસ, ચીન, અમેરિકાએ વેક્સિન શોધવાની પ્રક્રિયા ઝડપી કરી

ભાર્ગવે કહ્યું કે, રૂસે પણ વેક્સિન બનાવાની પ્રક્રિયા ખુબ જ ઝડપી કરી દીધી છે અને તેને પ્રાથમિક ચરણોમાં સફળતા પણ મળી છે. રૂસે વેક્સિન વિક્સિત કરાવા માટે કમર કસી છે. સાથે જ ચીન પણ વેક્સિન તૈયાર કરવામાંમ જોરશોરથી જોતરાયુ છે. ત્યાં વેક્સિન પર ખુબ જ અધ્યયન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકામાં પણ બે વેક્સિન પર કામ તેજ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું,’આજે તમે સાંભળ્યું હશે કે અમેરિકાએ પોતાના બે વેક્સિન કેંડીડેટને ફાસ્ટટ્રેક કરી દીધા છે. ઇંગ્લેન્ડ પણ ઓક્સફર્ડ યૂનિવર્સિટીમાં વેક્સિન કેંડિડેટ પર ખુબ જ ઝડપી કામ કરવાની તૈયારીમાં છે. તે તેને માણસો પર ઉપયોગ કરવા લાયક બનાવવાને લઇ તત્પર છે.’