ભારતનાં શ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનમાં ગુજરાતના આ પોલીસ સ્ટેશનની પસંદગી

ભારતનાં શ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનમાં ગુજરાતના આ પોલીસ સ્ટેશનની પસંદગી

મહિસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની ભારત દેશના શ્રોષ્ઠ મોર્ડન 3 પોલીસ સ્ટેશનની કક્ષામાં પસંદગી કરવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ પૂણે ખાતે આયોજીત થનાર ડીજીપી – આઈજીપી કોન્ફ્રન્સ-2019 દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી દ્ધારા ટ્રોફી એનાયત કરવામાં આવશે. જેને લઈને બાલાસિનોર ઈ.પોલીસ ઈન્સ્પેકટર પી.જે.પંડયાને વિગતો લઈને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.

ભારતભરમાં શ્રોષ્ઠ 3 પોલીસ સ્ટેશનમાં બાલાસિનોર પોલીસ સ્ટેશનની પસંદગી થતા બાલાસિનોર ઈ.પોલીસ ઈન્સ્પેકટર પી.જે.પંડયા સહિત પોલીસ મિત્રો સહિત જિલ્લા પોલીસ કર્મચારીઓમા આનંદની લાગણી છવાઈ છે ત્યારે સાથો સાથે બાલાસિનોરના નગરજનો પોલીસ શુભચિંતકોએ બાલાસિનોર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

મહિસાગર જિલ્લા પોલીસવડા ઉષા રાડાએ જિલ્લાના તમામ સિનીયર પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ કર્મચારીઓને આને ઐતિહાસિક સફળતા ગણાવી હતી.