બ્રિટેનમાંથી ભારત પાછી લાવવામાં આવશે ભગવાન શિવની પ્રાચીન મૂર્તિ, 22 વર્ષ અગાઉ થઈ હતી ચોરી

બ્રિટેનમાંથી ભારત પાછી લાવવામાં આવશે ભગવાન શિવની પ્રાચીન મૂર્તિ, 22 વર્ષ અગાઉ થઈ હતી ચોરી

રાજસ્થાનના એક મંદિરમાંથી ચોરી થયેલી અને તસ્કરી કરીને બ્રિટેન પહોંચેલી ભગવાન શિવની નવમી સદીની એક દુર્લભ પાષાણ પ્રતિમાને ગત ગુરુવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને સોંપી દેવામાં આવશે.

નટરાજા / નટેશાની પથ્થરની આ મૂર્તિ લગભગ ચાર ફૂટ ઉંચી છે અને ભવનાન શિવ તેમાં પ્રતિહાર રૂપમાં જોવા મળી રહ્યા છે. મૂર્તિની ચોરી રાજસ્થાનના બરોલીમાં ઘાટેશ્વર મંદિરમાંથી 1998ના ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. ત્યારબાદ તેની તસ્કરી મારફતે બ્રિટેન પહોંચાડવામાં આવી હતી અને આ જાણકારી 2003માં સામે આવી હતી.

બ્રિટેનમાં રહેલા ભારતીય હાઈકમિશનરે જણાવ્યું કે, લંડનમાં આ જાણકારી મળ્યા બાદ તેની સૂચના બ્રિટેનના અધિકારીઓને આપવામાં આવી હતી અને તેમની મદદથી લંડનમાં આ મૂર્તિને રાખનારા ખાનગી સંગ્રહખોરો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમને સ્વૈચ્છિક રીતે 2005માં બ્રિટેનમાં સ્થિત ભારતીય કમિશનરને આ મૂર્તિ સોંપી દીધી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2017માં એએસઆઈની એક ટીમ કમિશનર કચેરીએ ગઈ હતી અને ત્યાં આ મૂર્તિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વિશેષજ્ઞોએ તે વાતનીપુષ્ટિ કરી હતી કે આ ઘાટેશ્વર મંદિરમાંથી ચોરી કરાયેલી પ્રતિમા છે. આ મૂર્તિ અત્યાર સુધી લંડનમાં ભારતીય હાઈકમિશનરની ઓફિસમાં મુખ્ય પ્રવેશ રૂમમાં લાગેલી હતી.

પ્રાચીન વસ્તુઓની તપાસમાં જોડાયેલું રહે છે વિદેશ મંત્રાલય

ભારતીય સરકાર તરફથી જાહેર કરાયેલી પ્રેસ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલય દેશના કાયદાને અમલીકરણ એજન્સીઓની સાથે મળીને પુરી તત્પરતાથી ચોરી અને તસ્કરી કરવામાં આવેલી પ્રાચીન વસ્તુઓની તપાસમાં જોડાયેલું રહે છે અને તેને ભારતમાં પાછું લાવવાનું કામ કરે છે. તેના પરિણામ સ્વરૂપ ભારતની ઘણી પ્રાચીન કલાકૃતિઓ અને મૂર્તિઓને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ અને જર્મનીમાંથી દેશમાં પાછી લાવવામાં આવી છે. ( Source – Sandesh )