બોલિવૂડના મહાનાયકનું મોટું ફરમાન, બધાને ચોંકાવીને કરી રિટાયરમેન્ટની જાહેરાત..!!

બોલિવૂડના મહાનાયકનું મોટું ફરમાન, બધાને ચોંકાવીને કરી રિટાયરમેન્ટની જાહેરાત..!!

અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી બોલિવૂડનો એક મહત્વનો ભાગ છે. સદીના મહાનાયક ગણાતા બીગ બીએ વર્ષ 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અમિતાભ 50 વર્ષથી સતત કોઈ પણ વિરામ વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. જો કે વધતી ઉંમર સાથે બીગ બીને પણ મુશ્કેલીઓ આવી રહી છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન હવે નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યા છે. તેનો ઉલ્લેખ તેણે પોતાના બ્લોગમાં કરી દીધો છે. કે જેની ચારેકોર ચર્ચા છે.

આ દિવસોમાં અમિતાભ બચ્ચન બ્રહ્માસ્ત્ર ફિલ્મના શૂટિંગ માટે મનાલી પહોંચ્યા છે. ત્યાં પહોંચવાના તેમના અનુભવ અંગે અમિતાભે લખ્યું કે, ‘આ નાના સુંદર સ્થળે હું કારથી 12 કલાકે પહોંચ્યો, અહીંના રસ્તાઓ બહુ સારા નથી અને વાતાવરણ પણ થોડું અલગ છે. મારે હવે નિવૃત્તિ લેવી પડશે.. મારું મન ક્યાંક બીજે છે અને આંગળીઓ કંઈક બીજું કરી રહી છે. આ એક સંદેશ છે.

ઉલ્લેખનીય છે કે, બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે. ડાયરેક્ટર અયાન મુખર્જી આ ફિલ્મ બનાવી રહ્યા છે. હાલમાં કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ પૂરું કર્યા પછી અમિતાભ મનાલી તરફ વળ્યા છે. તે બ્રહ્માસ્ત્ર ફિલ્મના ક્લાઇમેક્સ શૂટિંગ માટે ત્યાં ગયા છે. આ સિવાય અમિતાભ બચ્ચન ઝુંડ, ગુલાબો સિતાબો, બટરફ્લાઈ, એબી આળિ સીડી, ઉયરનધા અને ચેહરેમાં કામ કરી રહ્યા છે.