બોલિવુડને વધુ એક સૌથી મોટો ઝટકો, મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડીરાત્રે મુંબઈમાં નિધન

બોલિવુડને વધુ એક સૌથી મોટો ઝટકો, મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડીરાત્રે મુંબઈમાં નિધન

બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેકના કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે. સરોજ ખાન 71 વર્ષના હતા. સરોજ ખાન 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સરોજ ખાને રાત્રે 1.52 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. હવે મુંબઈના ચારકોપ કબ્રિસ્તાનમાં તેમના સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

https://help.twitter.com/en/twitter-for-websites-ads-info-and-privacy

બોલિવુડના દિગ્ગજ કોરિયૉગ્રાફર ડાયાબિટીઝ અને તેના સંબંધિત બિમારીઓ સામે ઘણા લાંબા સમયથી ઝઝૂમી રહ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ લાંબા સમયથી પોતાના કામથી દૂર હતા, પરંતુ ગત વર્ષ (2019)માં તેમણે ધમાકેદાર મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં એક એક ગીતનું કોરિયોગ્રાફ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, બોલિવુડના દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર 3 વર્ષની ઉંમરથી પોતાનું બેકગ્રાઉન્ડ ડાંસર કરિયર શરૂ કર્યું હતું. તેમણે 1974માં પહેલી વખત ગીતા મેરા નામથી કોરિયોગ્રાફર ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં કામ મળ્યું હતું. પોતાના કરિયરમાં 2000થી વધારે ગીતોમાં કોરિયોગ્રાફી કરનારી આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સરોજ ખાને ઘણી એવી પણ ફિલ્મો છે જેમાં તેમણે રાઈટર તરીકે પણ કામ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 22 જૂને બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમની હાલત સ્થિર હતી.