બેકાબૂ કોરોના / અમેરિકામાં સંક્રમણથી 40થી વધારે ભારતીયના મોત, 1500થી વધારે સંક્રમિત;

બેકાબૂ કોરોના / અમેરિકામાં સંક્રમણથી 40થી વધારે ભારતીયના મોત, 1500થી વધારે સંક્રમિત;

  • અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગના ભારતીય ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેતા હતા
  • તમામની ઉંમર 60 વર્ષથી વધારે છે, જોકે તેમા 21 વર્ષના એક યુવકનો સમાવેશ થાય છે

ન્યુ યોર્ક. વિશ્વમાં અમેરિકા કોરોનાનું એપિસેન્ટર બની ચુક્યુ છે. અહીં 5 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે અને 20 હજારથી વધારે મોત થઈ ચુક્યા છે. દરમિયાન એવી પણ માહિતી મળી છે કે આ મહામારીને લીધે 40થી
વધારે ભારતીય મૂળના લોકોના મોત થયા છે. ભારતીયોની ન્યૂ યોર્ક અને ન્યુજર્સીમાં સૌથી વધારે જાનહાની થઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે મરનારા ભારતીયોમાં કેરળના 17, ગુજરાતના 10, પંજાબના 4, આંધ્ર પ્રદેશના 2
અને એક ઓડિશાના નાગરિકનો સમાવેશ થાય છે.આ પૈકી તમામની ઉંમર 60 વર્ષથી વધારે છે. એક મૃતકની ઉંમર 21 વર્ષ હતી. કમ્યુનિટી નેતાઓ પ્રમાણે તેમાથી 12થી વધારે લોકો ન્યુજર્સીમાં રહેતા હતા. આ રીતે 15
ભારતીય ન્યુયોર્કથી હતા.

અમેરિકાના અન્ય વિસ્તારોમાં પણ ભારતીયોના મોત થયા

પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં 4, ટેક્સાસ અને કેલિફોર્નિયામાં એક-એક ભારતીય-અમેરિકીના મોતની પુષ્ટી થઈ છે. મૃતકોમાં સુનોવા એનાલિટિક્સ ઈંકના સીઈઓ હનુમંત રાવ મારેપલ્લીનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત
ચંદ્રકાંત અમીન (75) અને મહેન્દ્ર પટેલ (60)નું પણ મોત થયુ છે. એક વ્યક્તિનું મોત ન્યુજર્સી સ્થિત તેમના ઘરે થયુ છે. મહેન્દ્ર પટેલના 50થી પણ વધારે મિત્ર અને સંબંધિઓ ઓનલાઈન અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો. કારણ કે
સ્થાનિક પ્રશાસને 9 કરતા વધારે લોકોને અંતિમ સંસ્કાર સમયે ઉપસ્થિત રહેવાની પરવાનગી આપી ન હતી. ન્યૂજર્સીના ઓક ટ્રી રોડ પર રિયલ એસ્ટેટનો કારોબાર ધરાવતા ભાવેશ દવેએ કહ્યું હતું કે મે અગાઉ આવી સ્થિતિ
ક્યારેય જોઈ નથી. ભારતીય સમુદાયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ન્યુજર્સીમાં 400થી વધારે ભારતીય-અમેરિકીનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. બીજી બાજુ, ન્યૂ યોર્કમાં આ સંખ્યા એક હજારથી વધારે થઈ છે.આ શહેરમાં અનેક
ભારતીય-અમેરિકી ટેક્સિ ડ્રાઈવર કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી તેમની સંખ્યા અંગે માહિતી મળી નથી.