બૂટલેગરો પણ હાઇટેક:દારૂ ઉધાર લઈ ગ્રાહકો નશામાં ભૂલી જતા હોવાથી તરત ફોન પર હિસાબનો મેસેજ કરી દેવાય છે

બૂટલેગરો પણ હાઇટેક:દારૂ ઉધાર લઈ ગ્રાહકો નશામાં ભૂલી જતા હોવાથી તરત ફોન પર હિસાબનો મેસેજ કરી દેવાય છે

  • બારડોલીમાં ગ્રાહક ઉધાર દારૂની બોટલ લઈ નીકળે કે તરત જ ઉધારીની વિગતો તેને મોકલી દેવાય છે
  • અન્ય વેપારીઓની જેમ ઉધાર ખાતાની માહિતી ગ્રાહકો પાસે પણ રહે એવી પદ્ધતિ હવે દારૂના ધંધામાં

બારડોલી નગરના બૂટલેગરો પણ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરતાં થયા છે. દારૂડિયાઓ બૂટલેગર પાસે ઈંગ્લિશ દારૂ ઉધાર લીધા બાદ બહાર નીકળતા જ મોબાઈલ પર મેસેજથી હિસાબ આવી જાય છે. આવી આધુનિક એપ્લિકેશન બારડોલીના બૂટલેગરો વાપરતા થયા છે. જે બાબતે ઓળખ છુપાવી કરેલી વાતમાં બૂટલેગરના જણાવે છે કે રોજના ગ્રાહકોને અમે ઉધાર દારૂ આપીએ, અને વધારે દારૂ પી લીધા પછી ગ્રાહકો રૂપિયા આપતી વખતે હિસાબ ભૂલી જાય છે. અને માથાકૂટ કરતાં હોય છે.

જેથી એપના કારણે ગ્રાહકના મોબાઇલમાં મેસેજ જતા હોવાથી , તારીખ પ્રમાણે રૂપિયાનો હિસાબ રહેતો હોય, રૂપિયા માગતી વખતે સરળતા રહે છે.મોટે ભાગે અનાજ – કરિયાણું, શાકભાજી, દૂધ અને પાનના ગલ્લાવાળા વ્હોટ્સએપ જેવી એપથી ગ્રાહકોને ઉધાર ખરીદીની વિગતો મોકલતા હોય છે પણ બારડોલીના બૂટલેગરો પણ હવે ગ્રોહકોને ઉધારીનો વ્હોટ્સએપ મેસેજ કરતા થયા છે.

વધુ દારૂ પીને ગ્રાહકો ભૂલી જતા હોવાથી હિસાબમાં માથાકૂટ થતી હતી
બારડોલી તાલુકાના એક ઇંગ્લિશ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બૂટલેગરના નામ ન આપવાની શરતે જણાવ્યા મુજબ અમારે ત્યાં રોજ દારૂ લેવા આવતા ગ્રાહકોને દારૂ લઈ ગયા કે પી ગયા બાદ હિસાબ કરતી વખતે આટલા રૂપિયા કઈ રીતે થયા, રૂપિયા વધાર્યા છે, એવા સવાલો કરી માથાકૂટ થતી હતી. પરંતુ હવે આ એપ દ્વારા ગ્રાહક દારૂપીને કે પાર્સલ લઈને નૂકળે કે તરત એના મોબાઈલ પર બિલનો મેસેજ આવી જતો હોવાથી હિસાબમાં મગજમારી રહેતી નથી.

હવે ફોન પર હિસાબ મળી જતો હોવાથી દારૂ પાછળ થતા ખર્ચા પર પણ કન્ટ્રોલ આવ્યો
એક દારૂ પીવાની ટેવ ધરાવતો દારૂડિયાને એપથી તમને ફાયદો કે નુકશાન અંગે પૂછતાં, સોખીને નામ ન આપવાની શરતે જણાવ્યા મુજબ આ એપ્લિકેશનની સુવિધથી મને ધ્યાન રહે છે, કે ચાલુ મહિને મારે કેટલા રૂપિયા દારૂમાં ગયા છે. દર મહિને 7 હજારની આસ પાસ દારૂના પૈસા હું ચૂકવું છુ, જે અગાઉ હિસાબ ન થાય ત્યાં સુધી ખબર જ પડતી ન હતી, હવે હિસાબનો મેસેજ આવી જતો હોય છે. જેથી કન્ટ્રોલ કરતો પણ થયો હોવાનું જણાવ્યું હતું.

( Source – Divyabhaskar )