બુલેટમાં ધડાકા કરવાનાં શોખીનો સાવધાન, નહીં સુધર્યા તો વાહનને કરી નાખશે…!!!

બુલેટમાં ધડાકા કરવાનાં શોખીનો સાવધાન, નહીં સુધર્યા તો વાહનને કરી નાખશે…!!!

રોયલ એનફિલ્ડ વિશે એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. રોયલ એનફિલ્ડ બાઈકમાં વધુ પડતો અવાજ કરતાં સાયલેન્સર ફીટ કરાવનારાઓએ થઈ જાઓ સાવધાન. દિલ્હી પોલીસે શહેરમાં એક મેગા ડ્રાઇવ યોજી છે જેમાં અવાજનું પ્રદૂષણ કરતી રોયલ એનફિલ્ડ ચલાવનારના મોટરસાયકલો રોકીને તેમના સાયલેન્સર કાઢાવી નાખ્યા હતા. પોલીસે લગભગ 500 રોયલ એનફિલ્ડના સાયલેન્સર હટાવી દીધા છે.

અગાઉ પણ દેશના અનેક શહેરોમાં આ પ્રકારની ડ્રાઇવ યોજાઈ હતી. યુવાનેમાં ખાસ કરીને બુલેટ બાઈકમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સર ફીટ કરવાનો ટ્રેન્ડ હોય છે. આ સાયલેન્સર RTOના નિયમ મુજબ ગેરકાયદેસર છે જે નિયત માત્રાથી વધારે અવાજનું પ્રદૂષણ ફેલાવે છે.

અગાઉ બેંગલુરૂર શહેરમાં એક વિશાળ ડ્રાઇવ યોજી લાઉડ એક્ઝોસ્ટ દૂર કરવાની કામગીરી હાથ ઘરાઈ હતી. આ ડ્રાઇવમાં બુલેટમાંથી કઢાયેલા સાયલેન્સરને રોલર નીચે કચડી નાખવામાં આવ્યા હતા.