બિહારમાં વીજળી પડવાથી સર્જાયું મોતનું તાંડવ – 83 લોકોનાં કમકમાટીભર્યા મોત

બિહારમાં વીજળી પડવાથી સર્જાયું મોતનું તાંડવ – 83 લોકોનાં કમકમાટીભર્યા મોત

બિહારનાં અનેક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. તેજ વરસાદ અને હવાની સાથે આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત થયા છે. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે. ઉત્તર બિહાર સહિત અને જિલ્લામાં અત્યારે પણ સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પહેલા જ ગુરૂવાર અને શુક્રવારનાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતુ.

અનેક વિસ્તારોમાં વીજળી પડી, ભારે વરસાદ

હવામાન વિભાગ અનુસાર ગુરૂવાર રો અરરિયા અને કિશનગંજ જિલ્લાને રેડ ઝોનમાં અને પૂર્વ ચંપારણ, પશ્ચિમી ચંપારણ, ગોપાલગંજ, સીવાન, સારણ, મધુબની, મુઝફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, સુપૌલ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાને ઑરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આજે ભારે વરસાદ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી ગોપાલગંજમાં 13, પૂર્વ ચંપારણમાં 5, સિવાનમાં 6, દરભંગા અને બાંકામાં 5-5 લોકોનાં મોત થયા છે.

બિહારનાં 18 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી 

કહેવામાં આવે છે કે મૃતકોમાંથી મોટાભાગનાં ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોને ઇજાઓ થઈ છે. ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ આકાશમાંથી વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે. દેવરિયામાં વીજળી પડવાથી 7 લોકોનાં મોત થયા છે અને અડધો ડઝન લોકોને ઇજા થઈ છે. હવામાન વિભાગે 26 જૂન સુધી બિહારનાં 18 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

બિહાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે કરી લીધી સંપૂર્ણ તૈયારી

બિહાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે કોઈપણ હોનારતને પહોંચી વળવા માટેની પોતાની તૈયારી કરી લીધી છે. તો એનડીઆરએફ અને એસડીઆરએફ પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. નિષ્ણાતો પ્રમાણે ભારે વરસાદમાં ઘરેથી બહાર ના નીકળવું જોઇએ. જો આકાશમાંથી વીજળી પડતી હોય તો ઘરનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ કરી દેવા જોઇએ. વીજળી કડકતી હોય ત્યારે મોબાઇલનો ઉપયોગ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.