બાબા નિત્યાનંદનું  તરકટ : 22 ઓગસ્ટે રિઝર્વ બેન્ક ઓફ કૈલાસા અને નવું ચલણ લોન્ચ કરશે

બાબા નિત્યાનંદનું તરકટ : 22 ઓગસ્ટે રિઝર્વ બેન્ક ઓફ કૈલાસા અને નવું ચલણ લોન્ચ કરશે

। નવી દિલ્હી ।

રેપનો આરોપી ભાગેડુ બાબા નિત્યાનંદ હવે પોતાની માલિકીની કેન્દ્રીય બેન્ક રિઝર્વ બેન્ક ઓફ કૈલાસા શરૂ કરવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં મલયાલમ ભાષામાં વાઇરલ થયેલા વીડિયોમાં નિત્યાનંદ એવી જાહેરાત કરતો દેખાયો હતો કે તે ૨૨ ઓગસ્ટ ગણેશ ચતુર્થીના દિવસે પોતાની રિઝર્વ બેન્ક ઓફ કૈલાસાની વિધિસરની મુદ્રા જારી કરશે.

તેણે કહ્યું હતું કે આ મુદ્દે એક દેશ સાથે કરાર પણ કરી દેવાયો છે અને ત્યાંથી રિઝર્વ બેન્કને સંચાલિત કરવામાં આવશે.  નિત્યાનંદ જણાવે છે તેની કેન્દ્રીય બેન્કના તમામ કરાર માન્ય છે અને રિઝર્વ બેન્ક ઓફ કૈલાસાની આર્થિક નીતિઓ તૈયાર કરી લેવામાં આવી છે ગણપતિની કૃપાથી ટૂંક સમયમાં રિઝર્વ બેન્ક ઓફ કૈલાસાની બધી વિગતો બહાર પાડી દેવામાં આવશે.

નિત્યાનંદે જણાવ્યું કે અમારી પૂરી ઇકોનોમી અને આર્થિક નીતિઓ અંગે ૩૦૦ પાનાંનો દસ્તાવેજ તૈયાર છે, જેમાં ચલણી નાણાંની ડિઝાઇન, આર્થિક રણનીતિ તથા અમારી કરન્સીને બીજા દેશોમાં કેવી રીતે ઉપયોગમાં લેવાશે તે અંગેની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી છે. કાનૂની રીતે આ માન્ય છે અને અમે તેને માટે એક દેશ સાથે કરાર કર્યો છે. ( Source – Sandesh )