બાપ રે! ભિખારણે બેન્ક એકાઉન્ટમાંથી એટલા પૈસા ઉપાડ્યા કે આખી બેન્ક ખાલીખમ્મ

બાપ રે! ભિખારણે બેન્ક એકાઉન્ટમાંથી એટલા પૈસા ઉપાડ્યા કે આખી બેન્ક ખાલીખમ્મ

એક ભિખારણના બેન્ક એકાઉન્ટમાં એટલા પૈસા નીકળ્યા કે બેન્કમાંથી રોકડ ખત્મ થઇ ગઇ અને પૈસા ઓછા પડી ગયા. જી હા ભિખારણના ખાતામાં કુલ 6.37 કરોડ રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો થયા બાદ ભિખારણ અને તે જગ્યા ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં તે બેસીને ભીખ માંગે છે અને તેનો ખુલાસો પણ દિલચસ્પ રીતે થયો છે.

આ કિસ્સો લેબનાનના સીદોન શહેરનો છે. અહીં એક પ્રખ્યાત હોસ્પિટલની સામે વાફા મોહમ્મદ નામની મહિલા દિવસભર ભીખ માંગતી હતી. તે છેલ્લાં દસ વર્ષથી ભીખ માંગતી હતી. કોઇને અંદાજો નહોતો કે વાફા મોહમ્મદ નામની આ મહિલાની પાસે કેટલા પૈસા હશે.

આ રીતે થયો ખુલાસો

રિપોર્ટસના મતે વાફા મોહમ્મદ પોતાના પૈસાને એક બેન્કમાંથી બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવા માટે પહોંચી હતી અને આ દરમ્યાન બેન્કમાં રોકડની સમસ્યા ઉભી થઇ ગઇ. ત્યારબાદ વાફાના બે ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થયા.

વાફાના બંને ચેક પર 30 સપ્ટેમ્બર, 2019ના રોજની તારીખ છે. ચેક વાયરલ થતાં જ આખા કેસનો ખુલાસો થયો. લોકો સોશિયલ મીડિયા પર તેની ચર્ચા કરી રહ્યા છે. જ્યારે વાફા મોહમ્મદનું કહેવું છે કે આટલા પૈસા તેમને ભીખ માંગીને એકઠા કર્યા છે.

જો કે વાફા હજુ પણ પોતાની વાત પર અડી છે કે તેણે ભીખ માંગીને જ આટલા પૈસા ભેગા કર્યા છે. રિપોર્ટમાં જો કે એ નથી જણાવ્યું કે આ કેસમાં આગળ શું થઇ શકે છે. કારણ કે આટલી મોટી રકમ ખાતામાં જોઇ બેન્ક પોતે હેરાન છે.