ફેસબુકની ખામી જણાવવામાં ભારતીયો પ્રથમ, ઇનામમાં મળે છે અધધ રકમ

ફેસબુકની ખામી જણાવવામાં ભારતીયો પ્રથમ, ઇનામમાં મળે છે અધધ રકમ

ફેસબુક તેમના સૌથી મોટા યુઝર બેસ ભારતમાં સાઇબર સિક્યોરિટી રિસર્ચર્સને ડેટા ચોરી અને સંબંધિત ખતરાનું માલૂમ કરવા માટે મોટી રકમ આપી રહી છે. આ મોટી સોશિયલ મીડિયા કંપની મુજબ તેના 2018માં 100થી વધારે દેશોની સિક્યોરિટી રિસર્ચર્સને 11 લાખ ડૉલરથી વધારેનું ઇનામ આપ્યું હતું. તેનાથી રિસર્ચર્સને અત્યાર સુધી કુલ પેઆઉટ 75 લાખ ડૉલર ઉપર ગયું છે. ફેસબુકે તેના પેઆઉટ પ્રોગ્રામ બગ બાઉંટી સ્કીમની શરૂઆત 2011માં કરી હતી. પેઆઉટ મેળવવાના મામલામાં ભારત, અમેરિકા અને ક્રોએશિયા ટૉપ ત્રણ દેશ છે.

41.9 કરોડ યૂઝરનો ડેટા થઇ રહ્યો હતો ચોરી

ગુરૂવારે અમેરિકી ઓનલાઇન પબ્લિશર ટેક ક્રંચે કરોડો યુઝર્સને ફોન નંબર ચોરી થવાની જાણકારી આપી હતી. એક સર્વર દ્વારા 41.9 કરોડ યૂઝર્સના ડેટા ચોરી કરવામાં આવી રહ્યો હતો. ટેક ક્રંચને જેની જાણકારી ઉદયપુરના સિક્યોરિટી રિસર્ચસ સંયમ જૈને આપી. જે નેધરલેન્ડની નૉન પ્રોફિટ GDI ફાઉન્ડેશનના સદસ્ય છે. જોકે, જૈને આ કામ બગ બાઉંટી પ્રોગ્રામ હેઠળ ન કર્યું હતું.

ભારતની પોતાની બગ બાઉન્ટી કોમ્યુનિટીને મહત્વપૂર્ણ

ફેસબુકના સિક્યોરિટી એન્જિન્યરિંગ મેનેજર ડૈન ગર્ફિકેલે જણાવ્યુ કે જ્યારથી કંપનીએ બગ બાઉન્ટી શરૂ કરી છે. ભારતમાં બાઉન્ટી પેઆઉટ અને બગ રિપોર્ટની ક્વૉલિટીમાં આગળ રહ્યું છે. તેમણે કહ્યું અમે ભારતમાં અમારી બગ બાઉન્ટી કમ્યુનિટીને મહત્વપૂર્ણ માનીએ છીએ. તે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહેલા લોકોની સુરક્ષા માટે સતત અમારી મદદ કરે છે.

પોલીસના સોશિયલ મીડિયા અને સાઇબર ક્રાઇમ વિભાગોને ટ્રેનિંગ આપનારા ગૌતમ કુમાવતને ફેસબુકના પ્રોગ્રામ હેઠળ ઇનામ મળી ચૂક્યું છે. તેમણે જણાવ્યું કે ભારતની બગ બાઉન્ટી કમ્યુનિટીએ દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ખૂબ વધારો કર્યો છે.