પ્રેમ સંબંધ તૂટયો તો પ્રેમિકા પાછળ ખર્ચેલા રૂ.50 હજારની પ્રેમીએ ઉઘરાણી શરૂ કરી, સુરતમાં યુવતીએ નોંધાવી ફરિયાદ

પ્રેમ સંબંધ તૂટયો તો પ્રેમિકા પાછળ ખર્ચેલા રૂ.50 હજારની પ્રેમીએ ઉઘરાણી શરૂ કરી, સુરતમાં યુવતીએ નોંધાવી ફરિયાદ

પ્રેમ સંબંધ તૂટયા બાદ, નારાજ પ્રેમીએ તેની ભૂતપૂર્વ પ્રેમિકા પાસેથી રુ. ૫૦,૦૦૦ માગ્યા છે. ભગ્ન હૃદયી પ્રેમીના મતે લંચ, કોફી કે ભેટ કંઈ પણ મફત નથી. પ્રેમ સંબંધ દરમિયાન પ્રેમિકા પાછળ રુ. ૫૦,૦૦૦નો ધુમાડો કરી નાખ્યો છે.

ભૂતપૂર્વ પ્રેમીના આ વલણ બાદ, પ્રેમિકાએ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં ભૂતપૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવેલી છે. જેથી પ્રેમીએ આ પોલીસ ફરિયાદ રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરી છે. અરજીમાં અરજદારની રજૂઆત છે કે, બદરાઈરાદા સાથે એફઆરઆઈ નોંધાવાયેલી છે.

મૂળ મહેસાણા અને એક જ જ્ઞાતિના એવા આ બંને યુવક-યુવતી સુરતમાં રહે છે. યુવક ૨૭ વર્ષનો છે અને યુવતી ૨૧ વર્ષની છે. આ બંને સોશિયલ મિડીયાથી સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે એપ્રિલ-૨૦૧૮માં પ્રેમ સંબંધ પાંગર્યો હતો અને ફેબ્રુઆરી-૨૦૨૦માં આ પ્રેમ સંબંધ તૂટયો હતો.

આ બ્રેક અપ પાછળનુ કારણ એવું હતુ કે યુવતીએ તેની કોલેજની પરીક્ષા હોવાના લીધે યુવક સાથે જવાની ના પાડી દીધી હતી. જેથી પ્રેમી નારાજ થયો અને પછી સમયાંતરે પ્રેમ સંબંધમાં ખટાશ આવી હતી. વાત એટલી વણસી કે ભૂતપૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળેલી પ્રેમિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. આ એફઆરઆઈ મુજબ પ્રેમ સંબંધ તૂટયા બાદ, યુવકે તેની પાસેથી રૂ. ૫૦,૦૦૦ની ઉઘરાણી શરુ કરેલી છે.