પેટ ભરીને ઘરના લોકો ખાશે, આ રીતે બનાવો ફરાળી ઢોકળા

પેટ ભરીને ઘરના લોકો ખાશે, આ રીતે બનાવો ફરાળી ઢોકળા

ઉપવાસના દિવસોમાં સામો કે મોરિયાની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે. તો આજે અમે તમારા માટે સાબુદાણા અને સામાની જ એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઉપવાસમાં પણ ખાઇ શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી ઢોકળા.

સામગ્રી

1 કપ – સાબુદાણા 
1 કપ – સામો
1 કપ – દહીં
2 મોટી ચમચી – તેલ
1/4 ચમચી – સોડા
2 ચમચી – સમારેલી કોથમીર
1 ચમચી – સમારેલા મરચા
1/4 ચમચી – આદુની પેસ્ટ
1 ચમચી – ખાંડ
5-7 – લીમડો
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ સાબુદાણા અને સામાને મિક્સરમાં પીસી લો. તેમ એક ચમચી દહીં અને એક ચમચી તેલ ઉમેરો. હવે મીઠુ અને ખાંડ મિક્સ કરો. આ પેસ્ટને અડધો કલાક ઢાંકીને મૂકી દો.તે બાદ તેમાં કોથમીર, આદુની પેસ્ટ, લીલા મરચાં અને સોડા મિક્સ કરો. હવે મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઢોકળા બનાવવાના સ્ટિમરમાં ઉમેરો અને વરાળથી ચઢવા દો. 10-15 સુધી સ્ટિમ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા લીમડો અને મરચાનો વધાર કરો. આ વઘારને ખમણ પર ઉમેરો. હવે તેને બહાર નીકાળીને ચોરસ આકારમાં કટ કરી લો. તૈયાર છે ફરાળી ઢોકળા.