પેટ્રોલનું બિલ ક્રેડિટ કાર્ડથી ચુકવવા પર હવે નહીં મળે વળતર, જાણો કારણ

પેટ્રોલનું બિલ ક્રેડિટ કાર્ડથી ચુકવવા પર હવે નહીં મળે વળતર, જાણો કારણ

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

પેટ્રોલ પંપ પર ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા છતા હવે લોકોને વળતર મળશે નહીં. અત્યાર સુધી સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ ક્રેડિટ કાર્ડથી ઈંધણ લેવા પર 0.75 ટકા સુધીની છૂટ આપતી હતી. આ છૂટ ડિજીટલ પેમેન્ટ વધારવા માટે દોઢ વર્ષ પહેલા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ હવે દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ પોતાના ક્રેડિટ કાર્ડ ધારકોને મેસેજ મોકલી જણાવ્યું છે કે આગામી 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપો પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.

વર્ષ 2016ના અંતે જાહેર થયેલી નોટબંધી બાદ સરકારએ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ જેવી કે IOC, BPCL, HPCLને ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર વળતર આપવાનો નિર્દેશ કર્યો હતો. આ યોજનાને ડિસેમ્બર 2016માં શરૂ કરવામાં આવી હતી અને આ વ્યવસ્થા દોઢ વર્ષથી ચાલી રહી હતી. પરંતુ હવે તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારએ પેટ્રોલિયમ કંપનીઓને કાર્ડ ચુકવણી શૂલ્ક પણ સહન કરવા કહ્યું હતું. સામાન્ય રીતે એમડીઆરની લાગત રિટેલર દ્વારા ચુકવવામાં આવે છે.