પીઓકે ટૂંક સમયમાં ભારતનું અભિન્ન અંગ બની જશે : જયશંકર

પીઓકે ટૂંક સમયમાં ભારતનું અભિન્ન અંગ બની જશે : જયશંકર

વિદેશ પ્રધાન બન્યાને 100 દિવસ પુરા થતા એસ જયશંકરે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

કાશ્મીર મેળવવા માગતા પાક.ને પીઓકેના પણ ફાંફાં પડશે

નવી દિલ્હી, તા.17 સપ્ટેમ્બર, 2019, મંગળવાર

વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને કાશ્મીરને લઇને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માત્ર કાશ્મીર જ નહીં પીઓકે પણ ભારતનો જ ભાગ છે. તેમણે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું હતું કે પીઓકેને લઇને કોઇ જ અસમંજસ નથી કેમ કે પીઓકે ભારતનો જ ભાગ છે હતો અને હંમેશા રહેશે. 

આ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ આ મુદ્દે અગાઉ નિવેદનો આપ્યા હતા. પાકિસ્તાન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માગતુ હતું જોકે તેમાં તે નિષ્ફળ રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે હવે ભારતે પણ પીઓકેનો મામલો ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે.

પીઓકે ભારતનો જ ભાગ છે અને હાલ પાકિસ્તાન ત્યાં ચીનની સાથે મળીને બિઝનેસ કોરીડોર પણ બનાવી રહ્યું છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે તો ત્યાં સુધી કહી દીધુ કે ટુંક સમયમાં જ પીઓકે ભારતનો ભાગ હશે. જયશંકર વિદેશ પ્રધાન બન્યા તેના 100 દિવસ પુરા થયા બાદ તેમણે આ નિવેદન કર્યું હતું.

તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપતા કહી દીધુ હતું કે પીઓકે ટુંક સમયમાં જ ભારતમાં ભળી જશે. પીઓકેમાં પણ સૃથાનિક નાગરીકો દ્વારા હાલ આ માગણી ઉઠી રહી છે. અનેક લોકો પાકિસ્તાન સરકાર અને સૈન્ય સામે વિરોધ કરી રહ્યા છે. આવી સિૃથતિ વચ્ચે ભારતે પણ પીઓકેના નાગરિકોના સમર્થનમાં નિવેદન આપવાનું શરૂ કરી દીધુ છે. 

પીઓકે ભારતનો જ ભાગ છે પણ તેને પાકિસ્તાને પચાવી લીધો છે. તેથી હવે તેને પરત મેળવવાના પણ પ્રયાસો થઇ રહ્યા છે જે સંદર્ભે જ વિદેશ પ્રધાન એસ જયશંકરે આ નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટુંકમાં જ પીઓકે ભારતનો ભાગ હશે. પત્રકારોની સાથે વાતચીત દરમિયાન એસ જયશંકરે આ નિવેદન કર્યું હતું.

થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે સરકારનો આગામી એજન્ડા પીઓકેને ફરીથી પ્રાપ્ત કરવાનો છે. અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો વિરોધ કરતી વેળાએ સૃથાનિક પક્ષ પીપીપીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ પણ કહ્યું હતું કે કાશ્મીર તો ગયું હવે પીઓકે મેળવવા માટે ભારત દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે.