પાક.ની હાર બાદ આફ્રિદીએ કહ્યું, આ કારણથી ભારત કરી રહ્યું છે શાનદાર પ્રદર્શન

પાક.ની હાર બાદ આફ્રિદીએ કહ્યું, આ કારણથી ભારત કરી રહ્યું છે શાનદાર પ્રદર્શન

પાકિસ્તાનનાં પૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમની પ્રશંસા કરતા ભારતીય ક્રિકેટનાં વિકાસનું કારણ જણાવ્યું છે. ભારતે રવિવારનાં રોજ ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી વર્લ્ડ કપની મેચમાં દમદાર પ્રદર્શન કરતા ડકવર્થ લુઇસનાં આધારે પાકિસ્તાનને 89 રને હરાવ્યું છે. આફ્રિદીએ મેચ બાદ ટ્વિટ કરતા લખ્યું કે, ‘જીત મેળવવા પર BCCIને અભિનંદન. ઘણી જ ઉચ્ચ સ્તરની ક્રિકેટ રમવામાં આવી અને આનો શ્રેય આઈપીએલને જાય છે. આ ના ફક્ત પ્રતિભા શોધવા અને તેનો નિખાર લાવવાનું કાર્ય કરે છે, પરંતુ આઈપીએલ યુવા ખેલાડીઓને દબાવનો સામનો કરવાનું શીખવી રહ્યું છે.’

વસીમ અકરમે પણ બીસીસીઆઈની પ્રશંસા કરી હતી

આ પહેલા પૂર્વ ઝડપી બૉલર વસીમ અકરમે પણ બીસીસીઆઈની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “ભારતીય ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ઘણું રોકાણ કર્યું અને અમે પાકિસ્તાનમાં પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ઘણું ઓછું કામ કર્યું.” પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં ભારત સામે રેકૉર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. 1992થી અત્યાર સુધી પાકિસ્તાને ભારતની સામે વર્લ્ડ કપમાં 7 મેચો રમી છે અને દરેકમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે.

પાકિસ્તાનને 89 રને આપ્યો પરાજય 

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમે રોહિત શર્માનાં શાનદાર 140 રનની મદદથી પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો હતો. પાકિસ્તાને ભારતને ટૉસ જીતીને બેટિંગ આપી હતી. પહેલા બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 337 રનનો પડકાર આપ્યો હતો. ભારતે ડકવર્થ લુઇસનાં નિયમ પ્રમાણે જીત મેળવી હતી. પાકિસ્તાન 40 ઑવરમાં 6 વિકેટે 212 રન જ બનાવી શક્યું હતુ.