પાકિસ્તાન / દાનિશ જય શ્રીરામ બોલ્યો, પુત્રીએ આરતી કરી તો આફ્રિદીએ ટીવી તોડી નાખ્યું હતું

પાકિસ્તાન / દાનિશ જય શ્રીરામ બોલ્યો, પુત્રીએ આરતી કરી તો આફ્રિદીએ ટીવી તોડી નાખ્યું હતું

કનેરિયાએ યૂટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે કહે છે, ‘નમસ્કાર, સલામ, જય શ્રીરામ

ઇસ્લામાબાદ: પાક.માં હિન્દુ ક્રિકેટરોના ઉત્પીડનના સમાચારો ચર્ચામાં છે ત્યારે પાક. ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની શાહિદ આફ્રિદી અને સ્પિનર દાનિશ કનેરિયાના અલગ જ રૂપ ચર્ચામાં છે. કનેરિયાએ યૂટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે કહે છે, ‘નમસ્કાર, સલામ, જય શ્રીરામ. ફિક્સિંગને લઇને લોકો મારા વિશે વાતો કરે છે પણ પહેલાં જાણી તો લો કે મારા પર સાથી ક્રિકેટરોને ઉશ્કેરવાના આરોપ લાગ્યા હતા. મેં કમસે કમ દેશ તો નથી વેચ્યો. અહીં તો એવા લોકો છે કે જેમણે દેશ વેચ્યો, જેલમાં ગયા અને પછી પાછા ટીમમાં આવીને રમવા લાગ્યા. તેમનું સન્માન કરાયું. મેં તો પૈસા પણ નહોતા ખાધા અને મારી ભૂલ સ્વીકારી પણ ખરી.’

આફ્રિદીનો જૂના વીડિયો વાયરલ
બીજી તરફ આફ્રિદીનો પણ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેણે પાક.ની એક ટીવી ચેનલની હોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં હિન્દુઓની આરતી ઉતારવાની રીતની મજાક ઊડાવી અને તેની પુત્રીને ટીવી સામે આરતી ઉતારતી જોઇ ટીવી તોડી નાખ્યું હતું તેવી કબુલાત કરી હતી.