પાંડેસરામાં મિત્રો વચ્ચે શરત લાગતા યુવકે મોઢામાં સૂતળી બોમ્બ ફોડયો

પાંડેસરામાં મિત્રો વચ્ચે શરત લાગતા યુવકે મોઢામાં સૂતળી બોમ્બ ફોડયો

। સુરત ।

પાંડેસરા ગોવાલક નગર નજીક રહેતો મૂળ બિહારી યુવક પિન્ટુ નરેશ યાદવ ( ઉ.વર્ષ- ૨૭) શનિવારના રોજ રાતે તેના મિત્રો સાથે ડીજેની ધૂન પર ફટાકડા ફોડી રહ્યા હતા. દરમિયાન મિત્રો વચ્ચે લાગેલી શરતમાં યુવકે તેના મોંઢામાં બોમ્બ ફોડયો હતો. જેને લઇને તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તે ઘટના સ્થળે જ બેભાન થઇ ગયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર દરમિયાન તેના નીંચેના હોથના ભાગે ૧૫ ટાંકા આવ્યા હતા. જ્યારે તાળવાના ભાગે પણ ઇજા થઇ છે. જો કે, સિવિલ ખાતે તબીબોને તથા પોલીસ સમક્ષ આ ઘટના અંગે બે પ્રકારની વિગતો સામે આવી છે. જેમા એક વાતમાં આ યુવકે મોંઢામાં બોમ્બ ફોડયાનુ ઘણાં કહી રહ્યા છે. જ્યારે અન્ય વાત મુજબ, યુવકો ડીજેની ધૂને ડાન્સ કરી રહ્યા હતા અને ફટાક્ડા ફોડી રહ્યા હતા ત્યારે બોમ્બ ઉછળીને આ યુવકના ચહેરા નજીક આવ્યો હતો. જ્યાં ફૂટતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જો કે, આ પ્રકારની બે વાત વચ્ચે ખરી હકિકત યુવક ભાનમાં આવ્યા બાદ જ સ્પષ્ટ થઇ શકશે.