પહેલુ મોત 9 જાન્યુઆરીએ, 70 દિવસમાં 10 હજાર, છેલ્લા 22 દિવસમાં 90 હજાર લોકોના મોત

પહેલુ મોત 9 જાન્યુઆરીએ, 70 દિવસમાં 10 હજાર, છેલ્લા 22 દિવસમાં 90 હજાર લોકોના મોત

  • કોરોનાથી 75 ટકા મોત ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાંસ અને બ્રિટનમાં થયા, કુલ કેસમાં 60 ટકા આ દેશોમાંથીઈટાલી અને સ્પેનમાં દરરોજ થતા મોતની સંખ્યામાં સ્થિરતા આવી, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં રોજ હજારોલોકો મરી રહ્યા છે
  • ભારતમાં છેલ્લા 6 દિવસમાં કેસ બે ગણા થયા, દરરોજ 500થી વધારે નવા કેસ આવી રહ્યા છે, 6 દિવસમાંમોતની સંખ્યા ત્રણ ઘણી

નવી દિલ્હી. ચીનના વુહાન શહેરમાં 9 જાન્યુઆરીની સાંજે 61 વર્ષિય એક વૃદ્ધનું કોરોના વાઈરસને લીધે મોત થયુ હતું. ચીનના સત્તાવાર આંકડા પ્રમાણે અહીં કોરોનાથી આ પ્રથમ મોત હતું. આ ઘટનાના 92 દિવસ બાદ વિશ્વભરમાં આ વાઈરસથી મોતનો આંકડો એક લાક પાર થઈ ગયો છે. 19 માર્ચના રોજ સંક્રમણથી મૃત્યુ પામનારની સંખ્યા 10 હજાર પહોંચી હતી. પણ ત્યારપછીના 22 દિવસમાં કુલ 90 હજાર લોકો માર્યા ગયા. 1 લાખ મોત ઉપરાંત વિશ્વમાં 12 લાખથી વધારે એક્ટિવ કેસ છે, જે ઈન્ટેન્સિવ કેર, હોસ્પિટલ કે હોમ ક્વારેન્ટીન છે. 3.75 લાખ દર્દી આ મહામારીથી ઠીક થઈ ચુક્યા છે.

એક અહેવાલમાં ચીનના દસ્તાવેજો પ્રમાણે કોરોનાનો પ્રથમ કેસ 17 નવેમ્બરે આવ્યો હતો

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે ચીન સરકારના ડોક્યુમેન્ટ્સ પ્રમાણે હુબેઈ પ્રાંતમાં 55 વર્ષના એક વ્યક્તિનું સંક્રમણને લીધે મોત થયુ હતું. દસ્વાતેજો પ્રમાણે તે 17 નવેમ્બરના રોજ 2019ના કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા હતા. આ અહેવાલમાં કહેવામાં આવ્યુ હતું કે આ દિવસ બાદ દરરોજ 1થી 5 કેસ સામે આવી રહ્યા છે. 20 ડિસેમ્બર સુધી કુલ 60 કેસ હતા, જેના લક્ષણો કેટલાક ન્યુમોનિયાથી તાવ જેવા હતા પણ વાસ્તવમાં આ બીમારીનું કારણ સમજી શકાયુ ન હતું. જોકે ચીન સરકારે જાહેર કરેલા આંકડામાં આ સમય સુધી કોરોના કેસને લગતા કેસની સંખ્યા દર્શાવી ન હતી.

20 જાન્યુઆરી સુધી 4 દેશમાં કોરોનાના કુલ 282 કેસ હતા, 80 દિવસમાં તે 17 લાખ થયા

31 ડિસેમ્બરના રોજ ચીને ડબ્લ્યુચીઓને આ વિચિત્ર પ્રકારની બીમારી અંગે જાણકારી હતી. 7 જાન્યુઆરીના રોજ ચીને કોરોના વાઈરસની ઓળખ કરી લીધી હતી. ચીનના સત્તાવાર આંકડા પ્રમાણે 11 જાન્યુઆરી સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 41 હતી. ત્યારબાદ ચીનની બહાર પ્રથમ વખત 13 જાન્યુઆરીના રોજ થાઈલેન્ડમાં આ વાઈરસના સંક્રમણની કેસ સામે આવ્યો હતો. બાદમાં 15 જાન્યુઆરીના રોજ જાપાનમાં આ વાઈરસની ઓળખ કરનાર ત્રીજો દેશ બન્યો હતો. 20 જાન્યુઆરી સુધી આ વાઈરસ 4 દેશમાં પહોંચી ચુક્યો હતો. આ દિવસ સુધી ચીનમાં 278, થાઈલેન્ડમાં 2 અને જાપાન તથા દક્ષિણ કોરિયામાં 1-1 કેસ હતા. 20 જાન્યુઆરી બાદ આ વાઈરસે ઝડપ પકડી હતી. 80 દિવસમાં તે વિશ્વના 210 દેશમાં પહોંચી ગયો અને તેને લીધે 17 લાખ લોકો સંક્રમિત થયા.

75 ટકા મોત પાંચ દેશમાં થયા

ચીનના વુહાનથી શરૂ થયેલી આ મહામારીથી અત્યાર સુધીમાં 150થી વધારે દેશમાં મોત થઈ ચુક્યા છે. આશરે 50 દેશમાં તેને લીધે મરનારની સંખ્યા બમણા આંકથી વધવા લાગ્યા. કુલ 10 દેશ એવા છે કે જ્યાં 2 હજારથી લઈ 19 હજાર મોત થઈ ચુક્યા છે. તેમા 10 દેશમાં 90 હજાર મોત થયા છે, એટલે કે કુલ મોતના 90 ટકા આ દેશોમાં થયા છે. આ ઉપરાંત 75 ટકા મોત ફક્ત 5 દેશમાં થયા છે. આ પાંચ દેશોમાં ચી
નનો સમાવેશ થતો નથી. મૃત્યુની દ્રષ્ટિએ ચીન સાતમા નંબર પર છે.

આ પાંચ ઉપરાંત ઈરાનમાં અત્યાર સુધીમાં 4 હજાર, ચીન અને બેલ્જિયમમાં 3-3 હજાર અને જર્મની તથા નેધર્લેન્ડમાં અઢી-અઢી હજાર મોત થયા છે.

કુલ કેસના 90 ટકા હિસ્સો 10 દેશમાંથી

જે પાંચ દેશમાં કોરોના વાઈરસથી સૌથી વદારે મોત થયુ છે, તે દેશોમાં વિશ્વભરના કુલ કોરોના સંક્રમિતોના 60 ટકા હિસ્સો છે. જો તેમાંથી 2 હજારથી વધારે મોતવાળા 5 અન્ય દેશ પણ જોડી દેવામાં આવે તો આ 10 દેશોમાં કુલ કોરોના સંક્રમિતોનો 90 ટકા (13.5 લાખ +) હિસ્સો હોય છે.

જર્મનીમાં 1.20 લાખ, ચીનમાં 81 હજાર, ઈરાનમાં 68 હજાર અને બેલ્જિયમ,સ્વિત્ઝર્લેન્ડમાં 25-25 હજારથી વદારે કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

4 સપ્તાહ અગાઉ અમેરિકા અને ફ્રાંસમા્ં રોજ 8થી 10 કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા હતા, હવે આ દેશોમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે

ઈટાલીમાં દરરોજ થઈ રહેલા મોતના પ્રમાણમાં ઘટાડો થયો છે. સ્પેનમાં પણ દરરોજ થતા મોતના આંકડાએ લગભગ સ્થિરતા ધારણા કરી છે. જોકે અમેરિકામાં ચાર સપ્તાહની તુલનામાં સંખ્યા 200 ગણો વધારો થયો છે. બ્રિટન અને ફ્રાંસમાં પણ દરરોજ મરનારની સંખ્યા સતત વધી રહી છે. આ બન્ને દેશોમાં રોજ 800થી 1400 લોકો મરી રહ્યા છે.

બ્રિટન,ફ્રાંસ અને સ્પેનમાં દરરોજ ઈટાલીની સમકક્ષ નવા કેસ સામે આવ્યા, અમેરિકામાં આ આંકડા આ દેશોથી 8 ગણા વધારે

ઈટાલી અને સ્પેનમાં માર્ચના ત્રીજા-ચોથા સપ્તાહમાં દરરોજ કોરોના સંક્રમણના 6થી 7 હજાર કેસ સામે આવ્યા હતા, જોકે હવે આ નવા કેસોમાં ઘટાડો આવ્યો છે. બ્રિટન અને ફ્રાંસમાં નવા કેસ સતત વધી રહ્યા છે. સૌથી વધારે અમેરિકામાં આવી રહ્યા છે. અહીં આ ચાર દેશોની તુલનામાં દરરોજ 8 ગણા વધારે કેસ સામે આવી રહ્યા છે.

ભારતમાં દરરોજ 500થી 800 નવા કેસ સામે આવી રહ્યા છે. રોજ 10થી વધારે લોકો મરી રહ્યા છે

ભારતમાં 30 જાન્યુઆરીના રોજ કેરળમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. અહીં પ્રથમ મોત 11 માર્ચના રોજ કર્ણાટકમાં થયુ હતું. અત્યાર સુધીમાં સંક્રમણના 7,600 કેસ સામે આવી ગયા છે. 261 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોના સંક્રમણનો ફેલાવો ધીમા દરે છે. જોકે ઓછા ટેસ્ટીંગ પણ આ માટેનું એક કારણ છે. વર્તમાન સમયમાં ભારત સૌથી વધારે કોરોના કેસની યાદીમાં 22માં નંબર પર છે. અહીં મોતની સંખ્યા 24માં સ્થાન પર છે.