પતંજલી બાદ આ કંપની પણ ઉતરી દૂધના વેપારમાં, અન્ય કંપનીઓથી 12% ઓછી હશે કિંમત!

પતંજલી બાદ આ કંપની પણ ઉતરી દૂધના વેપારમાં, અન્ય કંપનીઓથી 12% ઓછી હશે કિંમત!

ઓનલાઇન સુપરમાર્કેટ Grofersએ જણાવ્યું છે કે તે પેકેટ બંધ દૂધની શ્રેણીમાં ઉતરે છે. અને આ વિભાગમાં અન્ય કંપનીઓની સરખામણીમાં તેના ઉત્પાદનોની કિંમત 12 ટકા ઓછી હશે. Grofersના સીઈઓ અલ્બિંદર ઢિંડસે કહ્યું કે કંપનીને પેકેટ બંધ દૂધના વ્યવસાયથી 30 કરોડ રૂપિયા વાર્ષિક આવક થશે તેવી આશા છે.

Grofers કંપનીના ઉત્પાદન રિટેલ વેચાણમાં આ દૂધના પેકેટનું નામ ‘જી-ફ્રેશ’ રાખશે. જે એક બ્રાન્ડ હેઠળ વેચાણ કરવામાં આવશે. આ દૂધની પ્રોડક્ટ એક અઠવાડિયામાં બધા મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ હશે.

Grofersના વાઇસ પ્રેસિડેન્ટ (પ્રાઇવેટ બ્રાન્ડ્સ) વિવેક પ્રસાદે જણાવ્યું છે કે અમે ટ્રેટા પેકના દૂધના બિઝનેસથી વધુ સસ્તા ભાવે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દૂધની કિંમત મુખ્ય પ્રતિસ્પર્ધી ઉત્પાદનોમાં લગભગ 12 ટકા ઓછી છે. Grofersએ દાવો કર્યો છે કે ‘જી-ફ્રેશ’ દૂધ એફએસએસએઆઇ દ્વારા નિર્ધારિત માપદંડો પ્રમાણે A અને વિટામિન D સાથે પોષક તત્વથી સમૃદ્ધ (ફોર્ટિફાઇડ) કરવામાં આવ્યું છે.

કંપનીની વર્ષ 2020 સુધી પોતાના ખાનગી લેબલવાળા ઉત્પાદનોના સર્કલને 800 ઉત્પાદનોથી વધારીને 1200 સુધી વધારવાની યોજના છે. ઉલ્લેખનિય છે કે આ ઓનલાઇન કંપનીએ પહેલાં કહ્યું હતું કે તે નાણાકીય વર્ષ 2019-20 સુધી પોતાનું વેચાણ બમણું કરી 5,000 કરોડ રૂપિયા કરવાનો ટાર્ગેટ ધરાવે છે. અને આ દૂધની પ્રોડક્ટથી તેમાં વધારો થશે.