પટેલ પરિવારની કારનો અમેરિકામાં ખુરદો બોલાયો, માતા-પિતાની નજર સામે લાડકવાયા 2 પુત્રોનો મોત

પટેલ પરિવારની કારનો અમેરિકામાં ખુરદો બોલાયો, માતા-પિતાની નજર સામે લાડકવાયા 2 પુત્રોનો મોત

મૂળ ગુજરાતના પટેલ પરિવારને અમેરિકામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને USમાં માતા-પિતાની નજર સામે જ 2 દિકરાઓએ દમ તોડ્યો હતો. આ દુ:ખદ ઘટનાને કારણે તાપીના વાલોડના બાજીપૂરા ગામમાં શોક છવાયો છે. બાજીપૂરાનો પટેલ પરિવાર અમેરિકામાં રહે છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે તાપીના અમેરિકામાં ભારતીય મૂળના બે ભાઈઓનું કાર અકસ્માતમાં કરુણ મોત થયું છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બાજીપૂરા ગામના વતની બાજીપૂરાનો પટેલ પરિવાર વર્ષોથી અમેરિકાના ઓહાયો પ્રાંતમાં સ્થાયી થયા હતા. અમેરિકામાં બાજીપૂરાનો પટેલ પરિવાર વર્ષોથી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ધર્મેશભાઈ સુરેશભાઈ પટેલના પરિવારને અમેરિકાના હોસ્ટનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

ગત 12મી ડિસેમ્બરની રાત્રે તેઓ તેમના પત્ની અને પુત્રો નિલ (ઉવ. 19) રવિ (ઉ.વ.14) સાથે મોટેલ થઈ ઘરે જવા કારમાં નીકળ્યા હતા. ત્યારે અમેરિકાના હોસ્ટનના હાઇવે નં આઈ 69 પર કામ ચાલતું હોવાથી તેમની કાર કતારમાં ઉભી રાખી હતી. તે દરમ્યાન પાછળથી પુરઝડપે આવતી કોમર્શિયલ કાર અથડાતા પટેલ પરિવારનો ખુરદો બોલાઈ ગયો હતો. પોલીસ અને લાશકરોની ટીમે તમામને કારમાંથી બહાર કાઢયા હતા. અકસ્માતમાં ધર્મેશભાઈ નાબે પુત્રો પૈકી નિલનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું, જ્યારે રાવીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૂણ મોત થયું હતું. બે સગાભાઈઓના મોતને લઈને બાજીપૂરામાં શોકની કાલિમા ફેલાઈ હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે છેલ્લા 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા તાપીના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના NRI પટેલ પરિવારની કારને અમેરિકાના હોસ્ટન શહેરમાં સાંજના સમયે પાછળથી એક પિકઅપ મોબાઈલના ચાલકે ધડાકાભેર અથડાવતા અકસ્માત થયો હતો. જેમાં માતા પિતાની નજર સામે પરિવારના લાડકવાયા 2 દીકરાઓના મોત નિપજ્યા હતા.

ધર્મેશભાઈનો મોટો દીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો. વતન બાજીપૂરા ગામમાં રહેતા દાદા દાદીને પૌત્રના મોતના દુઃખદ સમાચાર મળતા જ વૃધ્ધાવસ્થામાં આવી પડેલ દુઃખને સહન કરવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું. ગામમાં પણ રવિવારે શોકનું વાતાવરણ છવાયું હતું.