ન્યૂયોર્કમાં કોરોના વાયરસનો એવો કેસ સામે આવ્યો કે આખી દુનિયામાં મચી ગયો હાહાકાર

ન્યૂયોર્કમાં કોરોના વાયરસનો એવો કેસ સામે આવ્યો કે આખી દુનિયામાં મચી ગયો હાહાકાર

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે અને અમેરિકા તેનો સૌથી મોટો શિકાર બન્યો છે. અહીં વાયરસ હવે પ્રાણીઓમાં પણ પહોંચી રહ્યો છે. ન્યૂયોર્કના એક પ્રાણીસંગ્રહાલયમાં એક વાઘને કોરોના થયો છે.

ન્યૂયોર્કના બ્રોનક્સ ઝૂમાં એક વાઘમાં કોરોના પોઝિટીવ આવ્યો છે. અમેરિકાના કૃષિ વિભાગના નેશનલ વેટનરી સર્વિસીસ લેબોરેટરીના મતે પ્રાણીઓમાં કોરોના પોઝિટીવની આ પહેલી ઘટના છે.

બ્રોનક્સ પ્રાણીસંગ્રહાલયના વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના મતે 4 વર્ષની મલાયન પ્રજાતિની વાઘણને કોરોના પ્રાણીસંગ્રહાલયના કોઇ કર્મચારી દ્વારા થયો છે. કર્મચારી પહેલેથી જ કોરોનાથી ચેપગ્રસ્ત રહ્યો હશે અને તેના સંપર્કમાં આવવાથી વાઘણને પણ કોરોના થઇ ગયો.

5 બીજા પ્રાણીઓના પણ લેવાયા સેમ્પલ

જો કે સામાન્ય લોકો માટે આ પ્રાણીસંગ્રહાલય ગઇ 16મી માર્ચથી જ બંધ કરી દેવાયું છે. નાદિયાથી સેમ્પલ લેવાયા અને પરીક્ષણ કરાયું જેમાં તે પોઝિટીવ આવ્યો. હવે 5 બીજા વાઘ અને ચિત્તાના સેમ્પલ લેવાયા છે અને જેમાં કોરોનાના લક્ષણ દેખાઇ રહ્યા છે. પ્રાણીસંગ્રહાલયના બીજા વાઘોમાં પણ આ વાયરસના લક્ષણ દેખાઇ રહ્યા છે.

પ્રાણીસંગ્રહાલયની તરફથી રજૂ કરાયેલા નોટિફિકેશનના આધાર પર વાઘણની બહેન અજુલ સિવાય અમુર ટાઇગર્સ અને 3 આફ્રિકન વાઘને સૂકી ઉધરસ થઇ હતી અને આશા વ્યકત કરાઇ હતી કે તેઓ ઝડપથી સ્વસ્થ થઇ જશે. જો કે અન્ય પ્રાણીઓમાં તેના લક્ષ્ણ દેખાયા નથી.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં 183 દેશોમાં કોરોના વાયરસના 1273794 કેસ સામે આવી ચૂકયા છે જેમાં 69419 લોકોના જીવ ગયા છે. અમેરિકામાં એકલા 337274 કેસ સામે આવ્યા છે જ્યારે સ્પેન, ઇટલી અને જર્મનીમાં આ આંકડો 1 લાખને પાર કરી ગયો છે. અમેરિકામાં 9616 લોકોના મોત થઇ ચૂકયા છે અને સૌથી વધુ મોતના મામલામાં બીજા નંબર પર છે.