નેપાળના કાઠમંડુથી અકલ્પનીય દ્રશ્ય દેખાયું, કુદરતના સાક્ષાત દર્શન!

નેપાળના કાઠમંડુથી અકલ્પનીય દ્રશ્ય દેખાયું, કુદરતના સાક્ષાત દર્શન!

‘કોવિડ 19’ એ વ્યક્તિઓની જિંદગી અને વાતાવરણ બંને બદલી નાંખ્યું છે. હવે નદીઓનું પાણી પીવા લાયક થઇ રહ્યું છે. હવામાંથી પ્રદૂષણના કણ પણ ગાયબ થઇ રહ્યા છે. જી હા હવા એટલી ચોખ્ખી થઇ ગઇ છે કે તમે કેટલાંય કિલોમીટર દૂર સુધી ચોખ્ખું જોઇ શકો છો. તેનું સૌથી સારું ઉદાહરણ છે ભારતના અલગ-અલગ ભાગોમાં હિમાલયના દર્શન થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો ખૂબ વાયરલ થઇ છે. તાજી તસવીરો નેપાળથી વાયરલ થઇ છે જ્યાં કેટલાંય વર્ષો બાદ કાઠમંડુ ઘાટીથી ફરી માઉન્ટ એવરેસ્ટના સુંદર પહાડો દેખાવા લાગ્યા છે. લોકોમાં ચર્ચા છે કે કુદરતના સાક્ષાત્કર દર્શન અહીંથી થઇ રહ્યા છે.

કાઠમંડુ ઘાટીની તસવીરો ખૂબ વાયરલ થઇ છે. કાઠમંડુ ઘાટીથી માઉન્ટ એવરેસ્ટ 200 કિલોમીટર દૂર છે છતાંય હવામાન ચોખ્ખું હોવાથી સુંદર નયનરમ્ય દ્રશ્ય લોકો જોઇ ચકચકિત થઇ ગયા છે.

કેટલાંય લોકો એવા છે જેમણે કહ્યું કે આ શકય જ નથી. કારણ કે માઉન્ટ એવરેસ્ટના રસ્તામાં કેટલાંય પહાડ આવે છે. જો કે ફોટોગ્રાફરે કેટલીક તસવીરો દ્વારા પોતાની વાતને સાબિત કરવાની કોશિષ કરી છે.