નિર્ભયા કેસ: બે અંતિમ ઇચ્છાઓને લઇ ચારેય દોષિતો કેમ એકદમ ચૂપચાપ?

નિર્ભયા કેસ: બે અંતિમ ઇચ્છાઓને લઇ ચારેય દોષિતો કેમ એકદમ ચૂપચાપ?

તિહાડ જેલમાં બંધ નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવાનું ‘ડેથ વોરંટ’ રજૂ કરી ચૂકયા છે અને હવે બધાની નજર 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. જ્યારે આ હત્યારાઓને ફાંસી પર લટકાવાશે. તિહાડ જેલના ફાંસી-ઘરમાં દોષિતોને લટકાવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે ત્યાં હત્યારાઓ એકદમ ‘મૌન’ થઇને બેસી ગયા છે. તેની પાછળનું કારણ કે પછી કાતિલોની આગળની શું રણનીતિ હોઇ શકે છે? આ પ્રશ્નનો જવાબ એમની જ પાસે છે. હજુ સુધી એકપણ દોષિતે તિહાડ મેનેજમેન્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે કે તેમની છેલ્લી ઇચ્છા કંઇ-કંઇ છે? છતાંય કોઇએ કોઇ જવાબ આપ્યો નથી.

તિહાડ જેલના મહાનિર્દેશક સંદીપ ગોયલે ગુરૂવારના રોજ કહ્યું કે કોર્ટમાંથી ડેથ વોરંટ રજૂ થયા બાદ જે કાયદાકીય પ્રક્રિયા અમલમાં લાવવી જોઇએ, અમે એ બધી અપનાવી રહ્યા છીએ. તેના અંતર્ગત ચારેય દોષિત (મુકેશ, વિનય, અક્ષય અને પવન)ને તિહાડ જેલ પ્રશાસને તેમની છેલ્લી ઇચ્છા પણ થોડાંક દિવસ પહેલાં પૂછી હતી. હજુ સુધી કોઇએ પણ કોઇએ જવાબ આપ્યો નથી.

છેલ્લી ઇચ્છાને લઇ પૂછાયો હતો આ પ્રશ્ન

સંદીપ ગોયલે કહ્યું કે જેલ પ્રશાસનને ચારેય દોષિતોને પૂછયું હતું કે ડેથ-વોરંટ અમલમાં લેતા પહેલાં તેઓ કોને કયા દિવસે કયા સમયે કોને મળવા માંગશો? સંબંધિતના નામ, સરનામા, અને સંપર્ક-નંબર જો કોઇ હોય તો લેખિતમાં જેલ પ્રશાસનને સૂચિત કરી દે. જેથી કરીને સમય રહેતા છેલ્લી વખત જેમને મળવા માંગતા હોય તેમને મળાવાની સગવડતા કરી શકે.

જેલ મહાનિર્દેશકના મતે નિયમાનુસાર ચારેયને બીજી વાત એ પૂછાઇ હતી કે શું તેમણે પોતાની કોઇ ચલ-અચલ સંપત્તિ પોતાના કોઇ સંબંધી, વિશ્વાસપાત્રના નામે કરવી છે? જો એવું છે તો સંબંધિત વ્યક્તિ/સંબંધીના નામ-સરનામાં પણ જેલ પ્રશાસનને ઉપલબ્ધ કરાવી દે. ગુરૂવાર સુધી ચારમાંથી એકેય દોષિતે હાલ બેમાંથી એક પણ પ્રશ્નના જવાબ આપ્યા નથી. જેવા તેમના જવાબ મળશે જેલ પ્રશાસન એ હિસાબથી સગવડ શરૂ કરી દેશે.

હજુ સુધી કોઇ લેખિત જવાબ આપ્યો નથી

તિહાડ જેલના એક બીજા અધિકારીએ કહ્યું કે ચારેય દોષિતોએ બંનેમાંથી કોઇપણ પ્રશ્નનો જવાબ હજુ સુધી લેખિતમાં સોંપ્યો નથી. આ દ્રષ્ટિથી હાલ તેમની જેલમાં બાકી કેદીઓની જેમ જ સપ્તાહમાં બે દિવસ પરિવારવાળા સાથે મળાવામાં આવી રહ્યા છે. હા ફાંસીની સજા અમલમાં આવ્યાના દિવસથી પેહલાં તેમને છેલ્લી વખત કોને જેલમાં અને કયારે મળવું છે? આ હાલ પેન્ડિંગ જ છે. જો ફાંસી લાગવાના દિવસથી પહેલાં સુધી યોગ્ય સમયની સાથે દોષિતોએ બંને પ્રશ્નોના જવાબ ના આપ્યા તો જેલ પ્રશાસન માની લેશે કે તેમણે કંઇ કહેવું કે સાંભળવું નથી.

1 ફેબ્રુઆરીના રોજ થવાની છે ફાંસી

ચારેયને ફાંસી પર લટકાવાની નવી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાની નક્કી કરાઇ છે. એવામાં હવે જલ્લાદને 30મી જાન્યુઆરીના રોજ બોલાવામાં આવી રહ્યા છે. જેથી કરીને આની પહેલાં તેઓ ફાંસી આપવાનો ટ્રાયલ પણ કરી શકે. જો આ બધાની વચ્ચે મુકેશ સિવાય અન્ય ત્રણ (પવન, અક્ષય, અને વિનય)માં કોઇએ દયા અરજી કરી તો આ મામલો ફરીથી થોડાંક દિવસ માટે આગળ વધી શકે છે. એવામાં કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે ફરીથી ફાંસી માટે બની શકે કે નવી ડેટ આવી જશે.