નિર્ભયા કેસ / દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું- તમે લખીને રાખો, 3 માર્ચના રોજ ફાંસી નહીં થાય

નિર્ભયા કેસ / દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું- તમે લખીને રાખો, 3 માર્ચના રોજ ફાંસી નહીં થાય

  • નિર્ભયાના દોષિતોનું 41 દિવસમાં ત્રીજુ ડેથ વોરન્ટ જારી, 3 માર્ચની સવારે 6 વાગે ફાંસી આપવા આદેશ
  • 7 વર્ષથી નિર્ભયાના દોષિતોની કાયદાકીય લડાઈ લડી રહ્યા છે વકીલ એપી સિંહે કહ્યું-જે ક્લાઈન્ટ કહેશે તેને તમામ કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ કરાવીશ
  • ચાર દોષિત-મુકેશ, પવન, વિનય, અક્ષયને લૂટના કેસમાં 10 વર્ષની સજા,કેસ હજુ દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ

નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં પટીયાલા હાઉસ કોર્ટે સોમવારે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરંટ જારી કર્યું છે. છેલ્લા 41 દિવસમાં આ ત્રીજુ ડેથ વોરન્ટ છે. તેમા ચારેય દોષિયોને 3 માર્ચની સવારે 6 વાગે ફાંસી આપવા આદેશ કરવામાં આવ્યો છે. જોકે ચારેય દોષિતો પૈકી એક પાસે હજુ પણ દયા અરજી અને ક્યુરેટીવ પિટીશનનો વિકલ્પ છે. આ બન્ને વિકલ્પ નકારવામાં આવ્યા બાદ પણ દોષિત નવેસરથી રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી મોકલી શકે છે. દોષિતો સામે એક કેસ દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, જેના પર ચુકાદો ન આવે ત્યાં સુધી ફાંસી થઈ શકતી નથી. આ વાત છેલ્લા 7 વર્ષથી નિર્ભયાના દોષિતો માટે કેસ લડી રહેલા વકીલ એપી સિંહે કહી છે. તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે લખીને રાખો કે 3,માર્ચના રોજ ફાંસી નહીં થાય.

એપી સિંહે જણાવ્યું હતું કે હું ક્લાઈન્ટને મળીશ.તમામ કાયદાકીય વિકલ્પ પર વાતચીત કરીશ અને પછી તેઓ જે પણ ઈચ્છે, તેમનો પરિવાર જે ઈચ્છે તે કરશું. હજુ પણ અનેક કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ છે. તમામ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પાસે ફરી વખત દયા અરજી મોકલવામાં આવશે અને નકારવાના સંજોગોમાં જે પણ વિકલ્પ હશે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. શું આગળ એક-એક કાયદાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે, શું ચારેય અરજી એક સાથે મોકલી શકાય નહીં? આ અંગેના જવાબમાં દયા અરજી માટે તમામ ક્લાઈન્ટનો આધાર અલગ-અલગ હોય છે. તો આ સંજોગોમાં એક-એક કરી રહી છે કે અરજી લગાવવામાં આવશે.

એપી સિંહે આ નિવેદનને સાંભળવા પર એવું લાગે છે કે કદાંચ 2 થી 3 મહિના સુધી દોષિતોને ફાંસીને સરળતાથી ટાળી શકાય છે. જ્યારે અમે તેમને એમ પૂછવામાં આવ્યું કે તમામ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી વધુને વધુ કેટલા સમય સુધી ફાંસી ટાળી શકાય છે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે ન તો હું પરમાત્મા છું. ન હું યમરાજ છું. હું એડવોકેટ છું. જે ક્લાઈન્ટ કહેશે, ક્લાઈન્ટના પરિવાર કહેશે તેમને ભારતીય બંધારણ સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ પ્રમાણે તમામ કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ કરાવીશ. ચોક્કસપણે આ કેસમાં મીડિયા ટ્રાયલ છે. પબ્લિક અને પોલિટીકલ પ્રેશર પણ છે, પણ તેનાથી હું ન્યાયની પરાકાષ્ટાને ઝુકવા દેશું નહીં.

નિર્ભયાના દોષિતો પર લૂટનો પણ કેસ છે, આ કેસમાં તેમને 10 વર્ષની સજા

નિર્ભયા સાથે દુષ્કર્મ કરતા પહેલા તમામ 6 દોષિતો-રામ સિંહ, મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય અને અક્ષયને 2015માં પટીયાલા હાઉસ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. વકીલ એપી સિંહ બતાવે છે કે દિલ્હી હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં આવ્યો છે અને આ કેસ હજુ પણ પડતર છે. અને અત્યાર સુધી કેસને ઉકેલી ન શકાય ત્યા સુધી ફાંસી થઈ શકે નહીં.

કાયદાકીય માર્ગઃ શાં માટે 3 માર્ચે દોષિતોને ફાંસી શક્ય નથી?
1)ક્યુરેટિવ પિટીશનઃ ત્રણેય દોષિતઃમુકેશ, વિનય અને અક્ષયની ક્યુરેટીવ પિટીશન નકારવામાં આવી છે. પણ પવન પાસે હજુ પણ ક્યુરેટીવ પિટીશનનો વિકલ્પ છે.
2) દયા અરજીઃ પવન પાસે દયા અરજીનો વિકલ્પ પણ છે. આ ઉપરાંત બંધારણ અંતર્ગત દોષિતો પાસે ફરી દયા અરજી માટે વિકલ્પ છે.
3) દયા અરજીને પડકારઃ રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી નકાર્યા બાદ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.
4) પ્રિઝન મેન્યુઅલઃ દિલ્હીના 2018નું પ્રિઝન મેન્યુઅલ કહે છે કે જ્યા સુધી દોષિત પાસે એક પણ કાયદાકીય વિકલ્પ બાકી હોય છે તેને ફાંસી આપી શકાય નહીં. જો તેની દયા અરજી નકારવામાં આવે તો પણ તેને 14 દિવસનો સમય આપવો જોઈએ.