નવરાત્રિ માટે ઉત્સુક ખેલૈયાઓ માટે નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો નવરાત્રિ થશે કે નહીં?

નવરાત્રિ માટે ઉત્સુક ખેલૈયાઓ માટે નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો નવરાત્રિ થશે કે નહીં?

કોરોના મહામારીમાં આગામી સમયમાં ખેલૈયાઓમાં નવરાત્રિ થશે કે નહીં તેના માટે અજમંસજની સ્થિતિ છે, ત્યારે આજે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. નવરાત્રિ મુદ્દે નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે. શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેની વિશે ચર્ચા કરવાની વાત કરી છે. નીતિન પટેલના આજના નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે, કોરોના વચ્ચે પણ રાજ્ય સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે.

નીતિન પટેલે નવરાત્રિ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયાઓ નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક હોવાનું જણાવ્યું છે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. પટેલે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે જરૂરી છે.

રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવા મુદ્દે પણ નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળાઓ ચાલુ કરવા કેન્દ્રની ગાઈડલાઈન હજુ પણ સ્પષ્ટ નથી. કોરોના પક્ષ, જાતિ કે પ્રદેશ જોતો નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગર પાલિકાના 134 કરોડના કામોનું ઇ લોકાર્પણ યોજાયું. જેમા રૂપાલ ગામ ખાતેનાં કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યાં અને રાજ્યમાં નવરાત્રિ આયોજનથી લઇને શાળા ખોલવા સંદર્ભે સ્પષ્ટતાઓ કરી છે.

રાજ્યમાં નવરાત્રિના આયોજનને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદનમાં કહ્યુ કે નવરાત્રીના આયોજન બાબતે રાજ્ય સરકાર વિચારણા કરશે. ગરબાનું આયોજન ઉત્સવની સાથે ધાર્મિક છે. કેન્દ્ર અને સુપ્રીમની ગાઈડલાઈનનો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ કરી ગરબાના આયોજન પર વિચારણા કરશે.

ભાજપ દ્વારા કોરોના ફેલાવવાને લઈ અને કોંગ્રેસના સુપર સ્પ્રેડરના આક્ષેપ પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ આ પ્રકારે રાજકીય નિવેદન ન કરવા જોઈએ. કોરોનાના કારણે કોંગ્રેસના નેતાઓ પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના કોઈ પક્ષનો નથી.

રાજ્યમા શાળાઓ ક્યારે ખુલશે તે એક મોટો પ્રશ્ન છે તે મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, ધોરણ 9થી 12 શાળાઓ ખોલવા કેન્દ્રની ગાઈડલાઈન સ્પષ્ટ નથી. રાજ્ય સરકાર શાળાઓ શરૂ કરવા અંગે કોઈ વિચાર કર્યો નથી.

થોડા સમય પહેલા મંત્રીમંડળના વિસ્તરણ અંગેની અફવાઓએ જોર પકડ્યું હતું. જે મુદે મંત્રી મંડળનાં વિસ્તરણનાં પ્રશ્ન પર નાયબ મુખ્યમંત્રીએ જવાબમાં જણાવ્યું કે, આવી કોઈ માહીતી મારી પાસે નથી.

આગામી 21થી 25 સપ્ટેમ્બર સુધી યોજાનારા ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટૂંકા ચોમાસા સત્ર અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત વિધાનસભા સત્રમાં 24 બીલ આવશે. બિલ પ્રજાના હિત માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. પ્રશ્નોત્તરી કાળ બાબતે કામકાજ સલાહકાર સમિતિ બેઠકમાં નિર્ણય લેવાશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર વિધાનસભા અધ્યક્ષ નિર્ણય લેશે.