નર્સે અમેરિકાનો ભાંડો ફોડ્યો, જાણી જોઇને કોરોનાનાં દર્દીઓને મારી નાંખવામાં આવે છે!

નર્સે અમેરિકાનો ભાંડો ફોડ્યો, જાણી જોઇને કોરોનાનાં દર્દીઓને મારી નાંખવામાં આવે છે!

વેન્ટિલેટરને કોરોનાનાં દર્દીઓ માટે ઘણું જ જરૂરી ઇક્વિપમેન્ટ ગણાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક ડૉક્ટરોનું માનવું છે કે વેન્ટિલેટર કેટલીક સ્થિતિમાં દર્દીઓને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો હવે ન્યૂયૉર્કમાં કોરોના વાયરસ દર્દીઓની સારવાર કરી રહેલી નર્સે દાવો કર્યો છે કે દર્દીઓને વેન્ટિલેટર પર નાંખીને મારવામાં આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે કોરોના દર્દીઓની સારવાર માટે નર્સ અસ્થાઈ રીતે ન્યૂયૉર્કમાં આવી ગઈ હતી.

દર્દીને હૉસ્પિટલમાં લાવ્યા બાદ તરત જ વેન્ટિલેટર પર ના રાખવામાં આવે

તેણે પોતાની એક સહયોગી નર્સને જણાવ્યું કે આ બધું ડરામણી ફિલ્મો જેવું છે. લોકો બીમારીથી નથી મરી રહ્યા, પરંતુ જે રીતે આને હેન્ડલ કરવામાં આવી રહ્યું છે તે ખતરનાક છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા એવો દેશ છે જ્યાં કોરોનાથી સૌથી વધારે મોત થયા છે. નર્સે કહ્યું કે બીમાર પડી રહેલા લોકોનાં સંબધીઓને એ સ્પષ્ટ કરી દેવું જોઇએ કે દર્દીને હૉસ્પિટલમાં લાવ્યા બાદ તરત જ વેન્ટિલેટર પર ના રાખવામાં આવે. નર્સની દોસ્ત સારા એનપીએ યૂટ્યૂબ પર વિડીયો શેર કર્યો છે.

હૉસ્પિટલમાં ઘણી જ લાપરવાહી ચાલી રહી છે

વિડીયોમાં સારાએ કહ્યું છે કે તે કોરોનાનાં દર્દીઓની સારવાર કરી રહી છે.તેણે જણાવ્યું કે, “હૉસ્પિટલમાં ઘણી જ લાપરવાહી ચાલી રહી છે. તે લોકો મદદ નથી કરી રહ્યા, પરંતુ મારી રહ્યા છે.” જો કે સારાએ કહ્યું છે કે તે એ હૉસ્પિટલનાં નામનો ખુલાસો નહીં કરે, જેથી ત્યાં કામ કરી રહેલા લોકોની સુરક્ષાને ખતરો ના થાય. ફક્ત ન્યૂયૉર્ક શહેરમાં 12 હજારથી વધારે લોકોનાં કોરોનાથી મોત થયા છે.

વેન્ટિલેટર પર રાખવાથી હૉસ્પિટલને ત્રણ ગણા પૈસા મળે છે

અમેરિકી સાંસદ સ્કોટ જેનસને કહ્યું છે કે નેશનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોગામ તરફથી સામાન્ય સારવારની સરખામણીએ વેન્ટિલેટર પર દર્દીને રાખવામાં આવે છે તો હૉસ્પિટલને ત્રણ ગણા પૈસા આપવામાં આવે છે. કોઈ કઈ રીતે એ વાત પર ભરોસો ના કરે કે કોરોનાનાં દર્દીઓનાં વધારે મોતોથી રાજ્યને કેન્દ્ર પાસેથી વધારે રૂપિયા લેવાની તક મળી રહી છે. ન્યૂયૉર્કનાં ગવર્નર એન્ડ્ર્યૂ કુઓમોએ કહ્યું હતુ કે વેન્ટિલેટર પર રાખવામાં આવેલા 80 ટકા લોકોનાં મોત થઈ જાય છે. જો કે તેઓ એવા દર્દીઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમની સ્થિતિ પહેલા જ ખરાબ થઈ ચુકી હતી.