નકલી મતદારોનું હવે આવી બનશે, બંગાળ ચૂંટણીમાં પહેલીવાર આ એપનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

નકલી મતદારોનું હવે આવી બનશે, બંગાળ ચૂંટણીમાં પહેલીવાર આ એપનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નકલી મતદારોને ઓળખવા અને ચૂંટણી પ્રક્રિયાની વિગતો તાત્કાલિક જાહેર કરવા ચૂંટણી પંચ તેની બૂથ મોબાઇલ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. મંગળવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. જો આવું થાય છે તો, પશ્ચિમ બંગાળ એવું પહેલું રાજ્ય બનશે જ્યાં આ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે, તે હજુ આયોજનના તબક્કે છે. હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે આશા રાખીએ છીએ કે, તેનાથી પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં મદદ મળશે. તેમણે વધુમાં કહ્યું કે, આ એપ્લિકેશન ચૂંટણી પંચના સર્વર સાથે જોડાયેલ છે અને કૂટ (Encrypted) રીતે ડેટા આપવા સક્ષમ છે.

અધિકારીએ જણાવ્યું કે, આ લિંગ અને ઉમર આધારિત મતદાનની જાણકારી આપે છે. આ મતદાનની ગતી અને ચૂંટણી સંબંધી જાણકારી પણ આપે છે. તેમણે કહ્યુ કે, ફોટો વોટર સ્લીપ એન્ક્રિપ્ટ થયેલ ક્યૂઆર કોડ હશે જેનાથી મતદાતાને કેન્દ્રમાં પ્રવેશ આપતા પહેલા સ્કેન કરવામાં આવશે. મતદાન કરતા પહેલા આ સ્કેનને બીજીવાર સ્કેન કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, જેવુ મતદાતા મતદાન કરશે તેનો ડેટા ચૂંટણી પંચના સર્વર પર જતો રહેશે જેનાથી પ્રિસાઈડિંગ ઓફિસર વાસ્તવિક સમયમાં મતદાનની ટકાવારી અને અન્ય જાણકારી મેળવી શકશે.

અધિકારીએ જણાવ્યું કે, બૂથ એપના માધ્યમથી કોઈ વ્યક્તિ બીજીવાર મતદાન કરશે તો માહિતી મળી જશે અને આવી ઘટના બનતા તે ચૂંટણી અધિકારીઓને ફોન પર મોટા અવાજે બોલીને જણાવશે. તેમણે કહ્યુ કે, આ એપનો ઉપયોગ પ્રાયોગિક રીતે વર્ષ 2019ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પાંચ, મહારાષ્ટ્ર, બિહાર અને પંજાબના ત્રણ બૂથ અને ઝારખંડની 10 સીટો પર કરવામાં આવ્યો હતો.

( Source – Sandesh )