નંદ ઘેર આનંદ ભયો… મથુરાથી દ્વારકા સુધી દેશભરમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસથી ઉજવણી

નંદ ઘેર આનંદ ભયો… મથુરાથી દ્વારકા સુધી દેશભરમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસથી ઉજવણી

દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ પોત-પોતાના ઘરોમાં ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરી રહ્યા છે. જન્માષ્ટમીના અવસર પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે, પરંતુ નિયમ કાયદા અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે કૃષ્ણનો જન્મોત્સવ આ વર્ષે બિલકુલ એક અલગ અંદાજમાં આવી રહી છે. મોટાભાગનાં મંદિરોમાં આ વર્ષે ભક્તોને જવાની પરવાનગી નથી, પરંતુ તમામ માટે ઑનલાઇન દર્શનનો દરવાજો ખુલ્લો છે.

ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ મંદિરમાં ભક્તોને નો એન્ટ્રી

ભક્ત પણ માને છે કે જ્યારે પરિસ્થિતિ વિકટ હોય તો દર્શન અને પૂજનની રીત પણ બદલવી જરૂરી છે. દેશમાં દિલ્હીથી દ્વારકા અને મથુરાથી નોઇડા સુધી કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. બુધવાર બપોરથી રોહિણી નક્ષત્ર શરૂ થઈ ચુક્યું છે અને આ જ નક્ષત્રમાં શ્રીકૃષ્ણનો દ્વાપર યુગમાં જન્મ થયો હતો. ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ મંદિરમાં ભક્તોને જન્માષ્ટમીના અવસર પર મંદિરમાં આવીને દર્શન કરવાની પરવાનગી નથી આપવામાં આવી.

કોવિડ-19નાં કારણે વિશેષ કાર્યક્રમો ના કરાયા

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વાર જન્માષ્ટમી પર્વના સીધા પ્રસારણની વ્યવસ્થા વેબસાઈટ પર કરવામાં આવી રહી છે. મંદિરમાં એ જ રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવી રહી છે જેવી રીતે દર વર્ષે મનાવવામાં આવી રહી છે. ફરક ફક્ત એટલો છે કે આ વર્ષે ભગવાનના દર્શન માટે અહીં મંદિરમાં શ્રદ્ધાળુઓને આવવાની પરવાનગી નથી. કોરોના વાયરસના કારણે આ વખતે ‘કૃષ્ણલીલા’ અને કોઈ અન્ય વિશેષ કાર્યક્રમોનું આયોજન નથી કરવામાં આવી રહ્યું.

સાંકેતિક રીતે ફોડવામાં આવી રહી છે દહી-હાંડી

જોકે સાંજ સુધી કેટલાક મંદિરોમાં ઓનલાઇન ધાર્મિક વિધિ કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણથી જોડાયેલા ખાસ સ્થળો જેવા કે મથુરા, દ્વારકા, વૃંદાવનમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવથી ઠીક પહેલા લોકોની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ-19ની અસર મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં દહી-હાંડી ઉત્સવ પર પણ જોવા મળી. આ વખતે દહી-હાંડીના કાર્યક્રમો ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વખતે સાંકેતિક રીતે દહી-હાંડી ફોડવામાં આવી રહી છે. ( Source – Sandesh )