ધરપકડ : અમેરિકાથી ભાણીના લગ્નમાં આવેલા ગોઝારિયાના યુવકને પોલીસે પૂછ્યું કેમ છો ભરતભાઇ?

ધરપકડ : અમેરિકાથી ભાણીના લગ્નમાં આવેલા ગોઝારિયાના યુવકને પોલીસે પૂછ્યું કેમ છો ભરતભાઇ?

  • ગોઝારિયાના યુવકને પકડવા પોલીસે જાનૈયા બની વોચ ગોઠવી
  • પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુનામાં ધરપકડ

ચાર વર્ષ અગાઉ પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસની આપેલી ફરિયાદને પગલે વતન આવવાનું ટાળતો ગોઝારિયાનો યુવાન અમેરિકાથી ભાણીના લગ્ન માટે આવ્યો હતો અને પાર્ટીપ્લોટમાં લગ્ન પતાવીને ગાડીમાં બેસે તે પહેલાં જ પોલીસે તેને પકડી લાંઘણજ પોલીસને સોંપ્યો હતો.

ગોઝારિયાની ધર્મનગર સોસાયટીમાં રહેતા ભરત ભીખાભાઇ પટેલ અમેરિકામાં સ્થાઇ થયેલા છે. તેમની પત્નીએ વર્ષ 2016માં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ 498 (ક), 114 મુજબની ફરિયાદ નોંધાવી હતી. 4 વર્ષથી પોલીસ પકડથી દૂર ભરત પટેલ તેમની ભાણીના લગ્નમાં આવ્યા હોવાની ગાંધીનગર રેન્જના સ્કવોડના એએસઆઇ ભાનુભાઇ ગોવિંદલાલ અને રહેમતુલ્લાખાન આઝમખાન સહિતને બાતમીમળતાં પેથાપુર ગાંધીનગર- રાંધેજા રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં ભાણીના લગ્નમાં હાજર ભરત પટેલ ઉપર જાનૈયા બનીને વોચ ગોઠવી લગ્ન પતાવીને ગાડીમાં બેસવા જઇ રહેલા ભરત પટેલને પોલીસે ભરતભાઇ કેમ છો તેમ કહેતાં તમારી ઓળખાણ ન પડી કહેતાંની સાથે હાજર પોલીસે પકડી ગાડીમાં બેસાડી દીધા હતા.

( Source – Divyabhaskar )