દેશના 69 ટકા નાગરિક કોરોનાની રસી લેવા ઇચ્છતા નથી : સર્વે

દેશના 69 ટકા નાગરિક કોરોનાની રસી લેવા ઇચ્છતા નથી : સર્વે

। નવી દિલ્હી ।

કોમ્યૂનિટી સોશિયલ મીડિયા સર્કલ લોકલ સર્કલ્સે દેશના ૨૪૨ જિલ્લામાં કરેલા સર્વેના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા ૬૯ ટકા નાગરિકો કોરોનાની રસી લેવા ઇચ્છતાં નથી. અગાઉ ઓક્ટોબરમાં કરાયેલા સર્વેમાં ૬૧ ટકા નાગરિકોએ જણાવ્યું હતું કે, અમે કોરોનાની રસી લેતાં ખચકાઈ રહ્યાં છીએ. લોકલ સર્કલ્સના સ્થાપક સચિન તાપરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની આડઅસરો, અસરકારકતા અંગેની મર્યાદિત માહિતીના કારણે નાગરિકો કોરોનાની રસી લેવામાં ખચકાઈ રહ્યાં છે.

ભારત બાયોટેકની રસીની ફેઝ-થ્રીની ટ્રાયલમાં જોડાવા ૮૦ ટકા વોલન્ટિયર્સનો ઇનકાર

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસી કોવાક્સિનની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા ૮૦ ટકા વોલન્ટિયર્સે ઇનકાર કરી દીધો છે.એઇમ્સના ડો. સંજય રાયના જણાવ્યા અનુસાર લોકોને એમ લાગી રહ્યું છે કે કોરોનાની રસી તૈયાર થઈ ગઈ છે તેથી તેઓ હવે પછીની ટ્રાયલમાં જોડાવા ઇચ્છતા નથી. કોવાક્સિનની પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલમાં જોડાવાનો કોઈ વોલન્ટિયરે ઇનકાર કર્યો નહોતો.