દુનિયામાંથી એનઆરઆઇ સૌથી વધુ રૂપિયા મોકલે છે સ્વદેશ, આંકડો જોઇ આંખો થશે પહોળી

દુનિયામાંથી એનઆરઆઇ સૌથી વધુ રૂપિયા મોકલે છે સ્વદેશ, આંકડો જોઇ આંખો થશે પહોળી

બદલાતા સમયમાં એવા લોકોની સંખ્યા સતત વધી રહી છે જે પોતાની આજીવિકા માટે દેશમાંથી બહાર જાય છે. અને ત્યાં કમાણી કર્યા પછી સ્વદેશમાં તેમના પરિવારજનો માટે રૂપિયા મોકલે છે. આ રૂપિયાથી પરિવારને આર્થિક રીતે રાહત મળે છે. તેમજ દેશની અર્થવ્યવસ્થા પણ સુધરે છે. 16 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડે ઓફ ફેમિલિ રીમિટન્સ (આઇડીએફઆર) ઉજવવામાં આવે છે. અને આ દિવસ પર એક નજર નાખતા જાણીએ કે વિદેશમાં સ્થાયી રહેવાસીઓ દ્વારા સૌથી વધુ પૈસા ક્યા દેશના લોકો મોકલે છે.

યુનાઈટેડ નેશન્સ (યુએન) પ્રમાણે વિશ્વભરમાં લગભગ 20 કરોડ લોકો જીવનનિર્વાહ માટે બીજા દેશોમાં જાય છે. અને તેમની તરફથી કરેલ કમાણીથી તેમના કુટુંબોમાં આશરે 80 કરોડ લોકો લાભ મેળવે છે. આમાંથી અડધીથી વધુની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જે આ રૂપિયા મળવાથી તેમનું જીવન સ્તર સુધારે છે. બાળકોનું ભવિષ્ય સુધારે છે, સાથે સાથે ગરીબી અને ભૂખમરો ઓછો થાય છે. આ દિવસ આવા જ 20 કરોડ લોકોને સમ્માન આપવાના લક્ષ્ય સાથે 16 જૂનના રોજ ઉજવાય છે.

2018 માં મોકલવામાં આવ્યા 4,80,8 અજબ રૂપિયા:
ફેબ્રુઆરી, 2015 માં ઇન્ટરનેશનલ ફંડ ઑફ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ (આઇએફએડી) માં સામેલ બધા 176 દેશોની તરફથી આંતરરાષ્ટ્રીય ડે ઓફ ફેમિલિ રીમિટન્સ (આઇડીએફઆર) ની ઉજવણી કરવાનો નિર્ણય લીધો અને તેને પસાર કરવા માટે 2016 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પાસે મોકલવામાં આવ્યો હતો. 13 મે, 2018 ના રોજ યુનાઈટેડ નેશને આ આંતરરાષ્ટ્રીય દિવસ પર પોતાની પરવાનગી આપી હતી. અને તેના માટે 16 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય ડે ઓફ ફેમિલિ રીમિટન્સ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વ બેંક દ્વારા આ વર્ષે એપ્રિલમાં પ્રકાશિત અહેવાલ મુજબ અપ્રવાસીઓ દ્વારા વિશ્વભરમાં મોકલવામાં આવતા નાણાં 2018 માં 689 અબજ ડોલર (આજની તારીખમાં આશરે 4,80,81,45,16,00,000 રૂપિયા) પહોંચી ગયા છે. જ્યારે 2017 માં તે 633 અબજ ડોલર (4,41,73,52,52,00,000 રૂપિયા) હતા. વિકાસશીલ દેશ જ નહીં પરંતુ વિકસિત દેશોમાં તેમના નાગરિકોની તરફથી મોકલવામાં આવતી રકમ પણ શામેલ છે.