દુનિયાનો સૌથી મોંઘો મસાલો એટલે કેસર, એક કિલો કદાચ જ કોઇ ખરીદી શકતું હશે

દુનિયાનો સૌથી મોંઘો મસાલો એટલે કેસર, એક કિલો કદાચ જ કોઇ ખરીદી શકતું હશે

વિશ્વમાં એક કરતા વધારે મસાલાઓ છે, જે તેના સ્વાદ માટે જાણીતા છે, પરંતુ એક મસાલો એવો પણ છે જે તેની કિંમતને કારણે પ્રખ્યાત છે. આ કારણોસર, તેને વિશ્વનો સૌથી મોંઘો મસાલા કહેવામાં આવે છે. આ મસાલાના છોડને પણ દુનિયાનો સૌથી મોંઘો છોડ કહેવામાં આવે છે. તેને ઉગાડનારા પ્રમુખ દેશોમાં ભારત સહિત ફ્રાન્સ, સ્પેન, ઇરાન, ઇટાલી, ગ્રીસ, જર્મની, જાપાન, રશિયા, ઓસ્ટ્રિયા, તુર્કિસ્તાન, ચીન, પાકિસ્તાન અને સ્વિટજરલેન્ડ સામેલ છે ભારતમાં તેની ખેતી જમ્મુના કિશ્તવાડ અને જન્નત એ કાશ્મીરના પામપુર (પંપોર)ના સીમિત ક્ષેત્રોમાં વધારે કરવામાં આવે છે.

વિશ્વના આ સૌથી મોંઘા મસાલાનું નામ કેસર છે, જેને અંગ્રેજીમાં સફ્રોન કહેવામાં આવે છે. બજારમાં કેસરનો ભાવ પ્રતિ કિલો રૂ. 2.5 લાખથી 3 લાખની વચ્ચે છે. કેસર મોંઘુ થવાનું કારણ એ છે કે તેના 1.5 લાખ ફૂલોમાંથી માત્ર એક કિલો ડ્રાય કેસર મળે છે.

કેસરને ‘રેડ ગોલ્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે સોના જેવું મોંઘું છે. એવું માનવામાં આવે છે કે આશરે 2300 વર્ષ પહેલાં, ગ્રીસ (યૂનાન) માં સૌથી પહેલા સિંકદર મહાનની સેના તેની ખેતી કરી હતી. કહેવામાં આવે છે કે મિસ્ત્રની રહસ્યમય રાણી તરીકે પ્રખ્યાત ક્લિયોપેટ્રા પણ તેમની સુંદરતા વધારવા માટે કેસરનો ઉપયોગ કરતા હતા.

જો કે, કેટલાક માને છે કે કેસરની ઉત્પત્તિ દક્ષિણ યુરોપના દેશ સ્પેનથી થઈ હતી. આજે, વિશ્વમાં કેસરનું સૌથી વધુ વાવેતર સ્પેનમાં થાય છે. કેસરના ફૂલોની સુગંધ એટલી મજબૂત હોય છે કે આસપાસના વિસ્તારમાંથી સુગંધ આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દરેક ફૂલમાં ફક્ત ત્રણ કેસર જોવા મળે છે.

જોકે કેસરનો ઉપયોગ આયુર્વેદિક નુસખા, ખાદ્ય પદાર્થોમાં અને દેવ પૂજામાં થતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ પાન મસાલા અને ગુટખામાં પણ થાય છે. કેસરને રક્તશોધક, બ્લડ પ્રેશરને સારું કરનાર અને કફ નાશક પણ માનવામાં આવે છે. આ કારણથી તેનો ઉપયોગ દવાથી લઇને જડી-બુટ્ટીઓમાં કરવામાં આવે છે.