દુનિયાને પોતાની તાકાતનો પરચો આપશે ‘આપણું’ ચંદ્રયાન, ઈસરોએ આપ્યા મહત્વના સંકેત

દુનિયાને પોતાની તાકાતનો પરચો આપશે ‘આપણું’ ચંદ્રયાન, ઈસરોએ આપ્યા મહત્વના સંકેત

ચંદ્ર પર રહેલા લેન્ડર વિક્રમ સાથેથી હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી પન ભારતના ચંદ્રયાન-2નું ઓર્બિટર પોતાના મિશન સાથે હજી પણ સંકળાયેલું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ભારતના બીજા મૂન મિશનનું ઓર્બિટર ચંદ્રની હંમેશા અંધારામં રહેનારા આ વિસ્તારની તસવીરો મોકલશે, જ્યાં ક્યારેય સૂર્યપ્રકાશ પહોંચ્યો જ નથી. 

આ જાણકારી દુનિયા આખી માટે નવી હશે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, એક દાયકા પહેલા મોકલવામાં આવેલા ભારતના પહેલા ચંદ્રયાન કરતા તેનું પ્રદર્શન વધારે સારૂ છે.

ભારતીય અવકાસ સંસ્થા ઈસરોના પૂર્વ ચેરમેને એએસ કિરણ કુમારે કહ્યું હતું કે, અમે ચંદ્રયાન-1થી ઘણા વધારે સારા પરિણામોની આસા સેવી રહ્યાં છીએ કારણ કે અમે માઈક્રોવેવ ડ્યૂલ-ફ્રિક્વેંસી સેંસર્સની મદદથી ચંદ્રના હંમેશા અંધારામાં ડૂબી રહેનારા વિસ્તારોની મેપિંગ કરી શકાશે. ઓર્બિટરમાં વિશાળ સ્પેક્ટ્રમ રેંજના ખુબ જ શક્તિશાળી કેમેરા લાગેલા છે.

શું શું ખુલશે રાજ?

ઈસરોના જણાવ્યા પ્રમાણે ઓર્બિટર પેહલા જ ચંદ્રનીએ કક્ષામાં સ્થાપિત થઈ ચુક્યું છે અને તે ચંદ્રની વિકાસ યાત્રા, સપાટીની સંરચના, ખનિજ અને પાણી છે કે કેમ તેની જાણકારી મેળવવામાં ખુબ જ મહત્વની ભૂમિકા અદા કરશે. આ ઓર્બિટર લગભગ 7 વર્ષ સુધી કાર્યરત રહેશે અને આ દરમિયાન ચંદ્રના અનેક રહસ્યો ઉકેલાશે.

100 કિલોમીટર દૂરથી ચંદ્રની જાણકારી મેળવતુ ઓર્બિટર

22 જુલાઈએ લોન્ચ કરવામાં આવેલુ ચંદ્રયાન-2માં લેન્ડર અને રોવરને ચંદ્ર પર ઉતારવામાં આવ્યું હતું. જ્યારે ઓર્બિટરની ચંદ્રની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવતા રહીને જ તેની જાણકારી મેળવવાની રહેશે. 7 સપ્ટેમ્બરે લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શવાથી હાથવેંત જ દૂર હતું ત્યાં જ રડારમાંથી ગાયબ થઈ ગયું હતું અને હજી સુધી તેનો સંપર્ક સ્થાપિત થઈ શક્યું નથી. જોકે ઓર્બિટર હજી પણ ચંદ્રની સપાટીથી લગભગ 100 કિલોમીટર ઉપરની સપાટીએ પર પરિક્રમા કરી રહ્યું છે. તેમાં એક હાઈ-રિઝોલ્યુશન કેમેરા છે જે ચંદ્રની સપાટી પર 0.3 મીટર સુધીની સતવીરો લઈ સકે છે. કિરણ કુમારે કહ્યું હતું કે, પ્ર્બિટરથી ચંદ્રયાન-1 કરતા વધારે સારા પરિણામ આપી રહ્યું છે.

લેંડર સાથે સંપર્ક કરવાના પ્રયાસો યથાવત

લેન્ડરે ચંન્દ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું અને હજી સુધી તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી. હજી પણ ઈસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાના પ્રયાસો કરી રહ્યું છે.