દુનિયાને ગીતાનો સંદેશ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ શા માટે કહેવાયા રણછોડ, જાણો આ રહસ્ય

દુનિયાને ગીતાનો સંદેશ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ શા માટે કહેવાયા રણછોડ, જાણો આ રહસ્ય

આ વખતે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીનું પાવન પર્વ 23 અને 24 ઓગસ્ટે ધામધુમથી મનાવવામાં આવશે. આ ખાસ અવસર પર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થવાનો અનેરો અવસર. ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ એટલી દુર્લભ હતી કે આજે પણ ભક્તોને યાદ છે. કનૈયાની લીલાઓ યાદ કરી મંત્ર મુગ્ધ થઈ આપણે પણ ડૂબી જઈએ તેમની ભક્તિમાં.

કનૈયાને આમતો અનેક નામોથી તેના ભક્તો બોલાવે છે કોઈ તેને મોરલીધર તો કોઈ તેને કૃષ્ણ મુરારી, કોઈનો તે નંદ ગોપાલ તો કોઈનો તે માખણ ચોર છે. દેવકી નંદન જેવુ કોઈ નથી. દરેક નામનો છે ખાસ અર્થ ભગવાનનું એક નામ છે રણછોડ જીહા, શા કારણે મુરલી મુકુટધારી નંદલાલ કેમ કહેવાયા રાજા રણછોડ આઓ જાણીએ આ અનોખી કથા.

જગતને ગીતા રૂપી સંદેશ પાઠવનાર ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યાે તેમણે પોતાના દુશ્મનો સામે બાથ ભીડવાના બદલે રણમેદાન છોડીને નાસ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે મહાભારત જેવા યુદ્ધમાં પાંડવોને જીતાડનાર અતિ પરાક્રમશાળી ભગવાન શ્રી કૃષ્ણ રણમેદાન છોડીને નાસ્યા હતા. ત્યારથી તેઓ રણછોડરાય કહેવાયા.

આ ઘટના ત્યારની છે જ્યારે મહાબલી મગધરાજ જરાસંઘે કૃષ્ણને યુદ્ધ માટે લલકાર્યા હતા. જરાસંઘે કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે પોતાની સાથે કાલ યમન નામના રાજાને પણ મનાવી લીધો હતો. કાલ યમનને ભગવાન શંકરે વરદાન આપ્યુ હતુ કે તે ચંદ્રવંશી અને સૂર્યવંશી તેમનું કંઈ બગાડી નહી શકે. તેને કોઈ હથિયાર પણ નુકસાન નહી કરી શકે.

ભગવાન શંકર પાસેથી આવું વરદાન મળતા જ કાલયમન પોતાને અજય માનવા લાગ્યો અને કોઈ કારણ વગરજ મથુરા પર આક્રમણ કર્યુ. ભગવાન કૃષ્ણ ખુબજ સારી રીતે જાણતા હતા કે કાલયમનને હરાવવો અશક્ય છે. સુદર્શન પણ કાલયમનનો વાળ વાંકો કરી શકે તેમ ન હતુ. આથી રણમેદાન છોડીને ભગવાન એક ગુફામાં પહોંચી ગયા.

બળરામ અને કૃષ્ણ જે ગુફામાં નાસ્યા હતા તે ગુફામાં રાજા મુચકંદ આરામ કરી રહ્યો હતો જેને વરદાન હતુ કે જે પણ તેને ઉંઘમાંથી જગાડશે તેનો નાશ થઈ જશે. કૃષ્ણ આ વાત સારી રીતે જાણતા હતા. ભગવાન કૃષ્ણ કાળયોવનને ભગાડતા ભગાડતા આ ગુફામાં લઈને આવ્યા. ગુફામાં રાજા મુચકંદ પર ભગવાન કૃષ્ણે પિતાંબર ઓઢાદી દીધુ. કાળયોવને તેને ઢંઢોળીને જગાડતા જ બળીને ખાખ થઈ ગયો. ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ રણછોડ રાયજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે.